Gujarat

ચોખાની આડમા લવાયેલો અધધધ…. આટલા લાખ નો દારુ LCB એ ઝડપી લીધો ! દારુ મંગાવનાર…

બોટાદ મા લઠ્ઠાકાંડ બાદ ગુજરાત પોલીસ દ્વારા બુટલેગરો પર બાજ નજર રાખવા મા આવી રહી છે અને છેલ્લા એક મહીના મા.લાખો રુપીયા નો દારુ ગુજરાત પોલીસ દ્વારા ઝડપી પાડવામા આવ્યો છે ત્યારે ફરી સુરેન્દ્રનગર માથી રેડ દરમ્યાન લાખો રુપીયા નો વિદેશી દારુ LCB પોલિસ ટીમ પકડી લેવામા આવ્યો હતો.

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એમ.ડી.ચૌધરી સહિતના પોલિસ સ્ટાફને અગાઉથી મળેલી બાતમીના આધારે પાટડી તાલુકાના કચોલીયા ગામની સીમમાં વિદેશી દારૂના કટીંગ પર LCB પોલિસ ટીમ ત્રાટકી હતી. જેમા 7186 વિદેશી દારૂની બોટલો, 564 બીયરના ટીન, ટ્રક, પીકઅપ ગાડી, ચોખા ભરેલા 650 કોથળા સહીત કુલ રૂપિયા 49,94,020નો મુદામાલ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ તપાસ મા જાણવા મળ્યુ હતુ કે દારુ ચોખાના કટ્ટા ની આડ મા લાવવા મા આવ્યો હતો.

લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા કરવામા આવેલી રેડ મા દારૂ મંગાવનારા બુટલેગરો સહીત ત્રણ શખ્સો ફરાર થઇ ગયા હતા.જ્યારે ટ્રક નો ક્લીનર પકડાઈ ગયો હતો અને સાથે પોલીસે કુલ 49,94,020નો મુદામાલ કબજે કર્યો હતો જેમા ચોખા ભરેલા 650 કોથળા અને દારુ અને બિયર નો મોટો જથ્થો છે જ્યારે પોલીસ તપાસ મા સામે આવ્યુ હતુ કે  પાટડીના પીપળી ગામના કુખ્યાત બુટલેગર વસંત કાનજીભાઇ વાણીયાએ મંગાવ્યો હોવાની વિગતો બહાર આવી હતી.

પોલીસે ફરાર બુટલેગર તેમજ બન્ને વાહન ચાલકોને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બજાણા પોલિસ મથકે ફરીયાદ નોંધાવતા આ કેસની વધુ તપાસ બજાણા પોલિસ મથકના પીએસઆઇ એન.એ.ડાભી ચલાવી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!