ગુજરાત ની વધુ એક ચકચારી ઘટના ! ટ્યુશને જતી વિદ્યાર્થિનીને ઘેરીને 3 યુવકોએ કરી હત્યા…હત્યા કરવાનું કારણ
ગુજરાતમાં હત્યા અને આત્મહત્યાનું પ્રમાણ ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યું છે, ત્યારે હાલમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ જાણીને તમારું પણ હૈયું કંપી જશે કે, વલસાડમાં ટ્યુશને જતી વિદ્યાર્થિનીને ઘેરીને 3 યુવકોએ કરી હત્યા. આ હત્યા કરવા પાછળનું કારણ જાણીને તમારું હૈયુ કંપી ઉઠશે. આપણે જાણીએ છે કે, પ્રેમ પ્રકરણને લઈને અનેક પ્રકારની ઘટનાઓ સામે આવે છે.
આ ઘટના પણ એક તરફી પ્રેમ સંબંધિત છે કે નહિ તે આ ઘટનાની વિગતવાર માહિતી પરથી જાણીએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, વલસાડના ઉમરગામના દહાડ ગામે વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી. તપાસ મુજબ જાણવા મળેલ હતું કે વિદ્યાર્થીની ટ્યુશન જવા માટે ઘરેથી નીકળી હતી ત્યારે ત્રણ યુવકોએ તેનો પીછો કર્યો હતો. એકલતાનો લાભ લઈ કિશોરીને ઘેરીને તેની ઘાતકી હત્યા કરેલ.
આ ત્રણેય યુવાનો યુવતીને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા. કહેવાય છે ને કે, પાપ જાજો સમય સુધી છુપાવી શકાતું નથી. આ તમામ ઘટના બાદ પોલીસે CCTV અને અન્ય સર્વેલન્સની મદદથી તાબડતોબ આરોપીને પકડવાની કાર્યવાહી કરેલ. આખરે પોલીસે ત્રણે આરોપીને ગણતરીના સમયમાં ઝડપી જેલ હવાલે કરી પૂછપરછ આદરી છે.
એક તરફી પ્રેમ પ્રકરણ કારણે હત્યા કરાઇ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ દુઃખદ ઘટનાની જાણ પરિવાર અને દહાડ ગામના લોકોને થતાં મોટી સંખ્યામાં ગામ લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અને ઘટનાને વખોડી કાઢી આરોપીને કડકમાં કડક સજાની માંગ કરી હતી. આ દુઃખદ ઘટનાથી પરિવારમાં શોકમય બન્યું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.