Gujarat

માત્ર 4 હજાર રૂપીયા નાં પગારે ક્લાર્કની નોકરી કરનારના ઘરે થી મળી કરોડો ની સંપત્તિ ! જાહોજલાલી જોઈ અધિકારીઓ ની આખો ફાટી ગઈ

આપણે જાણીએ છે કે દિવસેને દિવસે અનેક પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે થોડા સમય પહેલા જ સામાન્ય ક્લાર્કના ઘરે કરોડો રૂપિયા મળી આવ્યા હતા. આવી જ ઘટના ફરી એકવાર સામે આવી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, EOWની એક ટીમે બુધવારે મધ્યપ્રદેશના ભોપાલમાં મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના ક્લાર્કના પરિસરમાં દરોડા પાડ્યા હતા.દરોડા દરમિયાન ટીમને જે મળ્યું તે ચોંકાવનારું હતું.

તમને જાણીને આશ્ચય થશે કે, સામાન્ય ક્લાર્કની નોકરી કરતા વ્યક્તિનાં ઘરમાંથી એક-બે નહીં પણ 85 લાખ રૂપિયા મળી આવ્યા હતા. આ ઉપરાંત તપાસ દરમિયાન કારકુનના ઘરેથી 4 કરોડની મિલકતના કાગળો પણ મળી આવ્યા છે. કારકુનના ઘરની બહારથી એક ફોર વ્હીલર અને લાખોની કિંમતના દાગીના પણ મળી આવ્યા હતા.

તમને જણાવીને નવાઈ લાગશે કે, આ ઘર મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં તૈનાત ક્લાર્ક હીરો કેસવાણીનું છે. બુધવારે અચાનક સવારે છ વાગ્યે EOWની ટીમ ભ્રષ્ટ બાબુના ઘર બૈરાગઢ પહોંચી. ભ્રષ્ટ કારકુની ટીમને જોઈને તેનો શ્વાસ અધ્ધર થઈ ગયો હતો. ટીમ ઘરમાં પ્રવેશી અને એક પછી એક વસ્તુઓ શોધવા લાગી અને ઘરમાંથી નોટોના બંડલ મળી આવ્યા અને જેની ગણતરી કરતા 85 લાખ રૂપિયા જાણવા મળ્યુ હતું.

આ સિવાય ટીમને ક્લાર્ક હીરો કેસવાણીના ઘરેથી 4 કરોડ રૂપિયાની મિલકતના દસ્તાવેજો પણ મળ્યા હતા. જેમાં બૈરાગઢમાં વૈભવી મકાન, પ્લોટ અને જમીનના દસ્તાવેજો સામેલ હતા. આ સાથે લાખોની કિંમતના ઘરેણા પણ મળી આવ્યા છે. એકલા બૈરાગઢ ઘરની કિંમત 1.5 કરોડ હોવાનું કહેવાય છે. તપાસ દરમિયાન ટીમને એ પણ જાણવા મળ્યું કે હીરો કેસવાનીએ મોટાભાગની પ્રોપર્ટી તેની પત્નીના નામે ખરીદી હતી.

દરોડામાં કરોડોની સંપત્તિનો ખુલાસો થયા બાદ એટલા ડરી ગયા કે તેઓ બાથરૂમના ક્લીનરને પી ગયા. હીરો કેસવાણીને તાત્કાલિક હમીદિયા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. હાલ તેની સારવાર ચાલી રહી છે. તેમના જીવન વિશે જાણીએ તો તમને આશ્ચય થશે કે, માત્ર 4 હજાર રૂપિયાના પગારથી નોકરી શરૂ કરી હતી.

આજે તેમનો પગાર 50 હજાર રૂપિયા સુધી જ છે. જોકે હીરો કેસવાણી કરોડોની સંપત્તિનો માલિક છે. કરોડોના કૌભાંડ બાદ મેડિકલ એજ્યુકેશન વિભાગે ક્લાર્ક હીરો કેસવાણીને સસ્પેન્ડ કરી દીધા છે. મેડિકલ એજ્યુકેશન ડિરેક્ટોરેટે પણ આ મામલે તપાસ શરૂ કરી છે તેમજ મેડિકલ એજ્યુકેશન ડિરેક્ટોરેટે ક્લાર્ક હીરો કેસવાણી સામે ખાતાકીય તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!