નવરાત્રી પહેલા કીંજલ દવે એ ઓસ્ટ્રેલિયા મા રાસ ગરબા ની ધુમ મચાવી દીધી ! જુઓ વિડીઓ
જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર ગુજરાતી કલાકારોની જ ચર્ચા થાય છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકારો વિદેશની ધરતી પર પોતાના કંઠે ગુજરાતી ગીતોની રમઝટ બોલાવી રહ્યા છે. હાલમાં જ્યારે સૌ કોઈ ગુજરાતીઓ નવરાત્રી ની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. એવા સમયમાં વિદેશમાં વસતા આપણા ગુજરાતીઓ ગરબા ના તાલે રમી રહ્યા છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં કિંજલ દવેનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો ઓસ્ટ્રેલિયાનો છે .
જ્યાં 20 ઓગસ્ટના રોજ ગરબા નાઈટ નું આયોજન કરવામાં આવ્યું હતું. કિંજલ દવેના સ્વરમાં સૌ કોઈ ગુજરાતીઓ ગરબે રમ્યા હતા. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કિંજલ દવેએ શું કોઈ ગુજરાતીઓને ડાકલે રમાડ્યા હતા અને ખુદ પણ ડાકલાનાં તાલે ઝૂમયા હતા. ખરેખર કિંજલ દવે જે રીતે ડાકલા ગાઈ રહ્યા હતા એ જોઈને સૌ કોઈ ગુજરાતીઓ મંત્રમુગ્ધ બની ગયા હતા. આ વીડિયો જોઈને સૌ કોઈ ગુજરાતીઓને ગરબા રમવાનું મન થાય એ સ્વાભાવિક છે.
આપણે જાણીએ છે કે, કિંજલ દવે અવારનવાર વિદેશની ધરતીમાં જઈને ગુજરાતી ગીતોની રમઝટ બોલાવે છે. આ વર્ષ 2 વર્ષ પછી ગુજરાતીઓ નવરાત્રીમાં ગરબા રમશે કારણ કે કોરોનાને કારાણે ગુજરાતીઓ ગરબે નથી રમી શક્યા એટલે આ જ કારણે હવે ગુજરાતિઓ હદયપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે, આખરે ક્યારે સૌ કોઈ ગુજરાતીઓ ગરબાના તાલે ઝૂમશે. ખરેખર હવે તો સૌ કોઈ ગરબા ઝૂમવા તૈયાર છે.
કિંજલ દવે સુંદર ચણિયા ચોળી પહેરીને જે રીતે માતાજીના ડાકલા ગાઈને તેઓ ઝૂમી રહ્યા છે, એને જોતા જ આપણું મન પણ ઝૂમી ઉઠ્યું હતું. ખરેખર આ વિડીયો કિંજલ દવેના ચાહકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તમે પણ આ વીડિયો જરૂરથી જોજો અને કહેજો કે તમને આ વીડિયો કેવો લાગ્યો?