ગ્રીષ્મા પટેલની જેમ જ કૃપા પટેલ ની કરપીણ હત્યા ! 47 વર્ષ ના આડેધે એક તરફી પ્રેમ મા કૃપા ને રહેસી નાખી…પિતા એ રડી રડી ને જણાવી એવી વાત કે….
ગુજરાતમાં એક એવી દુઃખદ ઘટના બની છે, જેના વિશે જાણીને તમારું હૈયું કંપી ઉઠશે. આપણે જાણીએ છે કે, દિવસેને દિવસે અનેક પ્રકારના ગુન્હાઓનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે એવામાં ખાસ કરીને પ્રેમ પ્રકરણના મામલેની ઘટના વધુ બને છે. હાલમાં એક 47 વર્ષનાં રાજુ પટેલ નામના વ્યક્તિએ એક તરફી પ્રેમના કારણે આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ કે, આખરે બનાવ શું હતો.
ખેડાના માતર તાલુકના ત્રાજ ગામમાં આજથી અંદાજે 8 દિવસ પહેલાં એકતરફી પ્રેમમાં 47 વર્ષીય આધેડ રાજુ પટેલે કૃપા પટેલ નામની 16 વર્ષીય સગીરાનું ગળું કાપી નાખ્યુ અને ત્યારબાદ નરાધમે હત્યા બાદ છરીથી હાથ ઉપર પણ કાપા માર્યા હતા. 8 દિવસ બાદ પણ તેના માતા-પિતાની દીકરીને ને યાદ કરીને હજી રડ્યા રાખે છે. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ કે, આખરે બનાવ શું બન્યો હતો.
દિલીપભાઈને 3 સંતાન હતા. જેમા બે દીકરી અને એક દીકરો છે. કૃપા વચેટ હતી મૃતકના પિતાએ જણાવેલ કે, શ્રાવણ મહિનો રહેતી હતી. જેથી તે દિવસે એ ઘરેથી મંદિર જવા નીકળી હતી અને મહાદેવજીની આરતી પતાવીને પછી ઘરે આવી. એને ઉપવાસ હતો એટલે એ ફરી દુકાનમાં ફ્રૂટી લેવા ગઈ, ત્યારે જ પાછળથી આવીને છરીના ઘા મારીને નાસી ગયો. આ ઘટના બની ત્યારે સાંજના 7.15 થી 7.30 ની આસપાસનો સમય હતો આ ઘટના બાદ આરોપી ગામમાં ક્યાંક નાસી ગયો હતો પણ પોલીસ પકડી લીધો હતો.
દિલીપ ભાઈએ આગળ દુઃખી સ્વરે જણાવ્યું હતું, ‘મારી દીકરી અને એની ભત્રીજી બંને નાનપણથી સાથે જ ભણતા હતા. એટલે એના ઘરે અવરજવર તો હતી જ. પરંતુ હમણાં 1 વર્ષથી એના ઘરે જવાનું બંધ કરી દીધું હતું અને બીજી બહેનપણીઓને ત્યાં મળતા હતા. દીકરી એ અમને તો કંઈ જણાવ્યું જ નહોતું. મેં મારી પત્નીને પણ આ અંગે સવાલ કર્યો હતો, પરંતુ તેને પણ કંઈ જ ખબર નથી. જો દીકરીએ અમને કંઈક કહ્યું હોત તો હું તેની પર એક્શન તો લેત.’
આ પહેલા પણ રાજુએ 8-9 વર્ષની બાળકીની છેડછાડ કરી હતી. આરોપી અંગે જાણવા મળેલ કે ટેબખાનગી કંપનીમાં નોકરી કરતાં આરોપી રાજુ પટેલના થોડાક વર્ષો પહેલા ડિવોર્સ થઈ ગયા હતા. તે તેની માતા સાથે રહેતો હતો.ગામના સરપંચે આ ઘટના અંગે વાત કરતા કહ્યું હતું, ‘રાજુ ઉર્ફે રાજેન્દ્ર નામના 46 વર્ષીય પુરુષે 17 ઓગસ્ટે એક છોકરીનું ગળું કાપીને કરપીણ હત્યા કરી હતી. કયા કારણસર એ હત્યા થઈ એ હજુ સુધી જાણમાં આવ્યું નથી. હત્યા કર્યા બાદ તે અહીંયા પતરાં પર આવીને સૂઈ ગયો હતો. ગામવાસીઓ જોઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસ આવીને લઈ ગઈ હતી.
આ દુઃખદ બનાવમાં એક ખાસ વાત જાણવા મળી હતી જે ખૂબ જ હદયસ્પર્શી છે. મૃતકના દીકરીના પિતાએ જણાવેલ હતું કે, એ દિવસે મારે નાઇટ શિફ્ટ હતી. મારે સાત વાગ્યે નોકરી પર જવાનું હતું. દીકરીને પણ મંદિરે જવું હતું. એ દિવસે એણે મને કહ્યું કે પપ્પા, ઊભા રહો મારા હાથની ચા પીવડાવું. તમે ચા પીને નોકરી જાવ. એ કોઈ દિવસ ચા બનાવતી નહોતી પણ એ દિવસે સ્પેશિયલ ચા બનાવી. મને પીવડાવી. ત્યારબાદ એ મંદિરે જવા નીકળી અને હું નોકરીએ ગયો અને થોડીક જ વારમાં મારી પત્નીનો ફોન આવ્યો. પાછા આવીને જોયું તો એ નરાધમે મારી લાડલીને રહેંસી નાખી હતી,