Gujarat

રડાવી દે તેવી ઘટના ! 14 વર્ષ ની દીકરી એ બળાત્કારનો ભોગ બની અને દિકરાને જન્મ આપ્યો અને મહેશ સવાણી ભગવાન બની ને આવ્યા

માનવ સેવા એજ પ્રભુ સેવાનું ઉત્તમ ઉદાહરણ એટલે મહેશભાઈ સવાણી. આપણે સૌ કોઈ જાણીએ કે, મહેશ સવાણી પાલક પિતા તરીકે ઓળખાય છે અને તેમને અત્યાર સુધી અનેક દીકરીઓના લગ્ન કરાવીને એક પિતાની જવાબદારી પુરી કરી છે. માત્ર લગ્ન જ નહીં પરંતુ મહેશભાઈએ અત્યાર સુધીમાં કચરાપેટીમાં પડેલી કે લગ્ન પહેલા જ જન્મેલી 7 દીકરીઓને દત્તક લીધી છે.

આ તમામ દીકરીઓની દેખરેખ રાખવા ઉષાબેનને કામગીરી સોંપેલ છે અને આ તમામ બાળકીઓને રહેવા માટે સુરતના અતિ સમૃદ્ધ એવા વેસુ વિસ્તારમાં એક ફ્લેટ લીધો જેથી અન્ય અનાથ દીકરીઓને પણ આશરો મળી શકે અને પી.પી.સવાણી ગ્રુપની જ રેડિયન્સ સ્કૂલમાં એમને શિક્ષણ પણ આપવામાં આવે છે. હાલમાં જ એક ફેસબુક પોસ્ટ દ્વારા જાણવા મળ્યું કે, આ 7 દીકરીઓને એક ભાઈ મળ્યો છે એટલે કે એક સગીરા એ જન્મ આપેલ દીકરાને મહેશભાઈ દત્તક લીધેલ.

આ ઘટના પહેલાના સમયની છે પરંતુ હદયસ્પર્શી છે. આ ઘટના અંગે જાણવા મળેલ પોસ્ટ મુજબ જાણવા મળ્યું હતું કે, સુરતના રહેવાસી દંપતીના છૂટાછેડા થઈ જવાથી બંને અલગ થયેલ અને તેમને સંતાનમાં એક દીકરી હતી જે પોતાની માતા સાથે જ રહેતી હતી. આ 13 વર્ષની દીકરી એકવાર તેના પિતાને મળવા પહોંચી ગઈ. કિશોર વયની આ કુમળી દીકરી પર કામાંધ થયેલા સગા પિતાએ દુષ્કર્મ આચર્યું.

તાના આવા રાક્ષસી કૃત્યની વાત દીકરી કહી પણ કોને શકે પરંતુ આખરવા સમય પસાર થતા દીકરીના શરીરમાં ફેરફાર દેખાવા લાગ્યો અને ત્યારે તપાસ કરાવતા જાણવા મળ્યું કે દીકરીના પેટમાં 7 માસનો ગર્ભ હતો. માતાના માથે તો જાણે કે આભ તૂટી પડ્યું. પિતા પર બળાત્કારનો પોલીસ કેસ પણ થયો. આ કરુણદાયક ઘટના બાદ આ દીકરીનું હવે શું કરવું એની કંઇ સમજ પડતી નહોતી. 7 માસનો ગર્ભ હોવાથી એબોર્શન પણ શક્ય નહોતું.

આ બાળકના ભવિષ્યની ચિંતા સતાવી એટલે દીકરીની માતા સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણી પાસે પહોંચ્યા અને પોતાની આપવીતી વર્ણવી. મહેશભાઈએ કહ્યું, “તમે આવનારા બાળકની કોઈ ચિંતા ના કરતા હું એને દત્તક લઈશ અને તેનો ઉછેર કરીશ. તમે દીકરીની તબિયાતનું ધ્યાન રાખો અને જે કોઈ મદદની જરૂર હોય એ મને સંકોચ રાખ્યા વગર કહેજો.”

જ્યારે દીકરી બાળકને જન્મ આપવાની હતી ત્યારે માતા એ મહેશભાઈને જણાવેલ જેથી મહેશભાઈએ એમની ગાડી અને સાથે ઉષાબહેન નામના એક બહેનને મોકલ્યા. દીકરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. દીકરી માત્ર 13-14 વર્ષની હોવાથી સિઝેરિયન ઓપરેશન કરીને પ્રસુતિ કરી. આ દીકરીએ એક દીકરાને જન્મ આપ્યો.

બાળકના જન્મના સમાચાર મળતા જ મહેશભાઈ હોસ્પિટલ પહોંચી ગયા અને દીકરીની માતાને આપેલા વચન પ્રમાણે નવજાત બાળકને સ્વીકાર્યું અને ઉષાબહેનને સોંપ્યું જેઓ તમામ દત્તક બાળકોની સાર સંભાળ રાખે છે, ખરેખર મહેશ સવાણી માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે , એ આ ઘટના પરથી આપણે સૌ કોઈ જાણીએ શકીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!