ભાવનગર ના રાજવી પરિવાર દ્વારા નિષ્કલંક મહાદેવની 125 ધ્વજાનું પૂજન કરાયું ! જાણો શુ છે પરંપરા અને ભાદરવીના મેળા ની વિશેષતા
આપણા દેશ મા અનેક એવી પ્રથા ઓ અને ધાર્મિક વિધી ઓ છે જેનુ મહત્વ ખાસ છે અને વર્ષો થી ચાલી આવે છે ત્યારે ભાવનગર મા ભાદરવી અમાસ મા સરવૈયા પરિવાર દ્વારા છેલ્લા 125 વર્ષ થી નીષકલંક મહાદેવ ના મંદિર મા ધજા ચડાવવા ની પ્રથા ચાલી આવે છે. જેનુ ખાસ મહત્વ છે. અને આ ધજા ચડાવ્યા બાદ જ ભાવનગર મા ભાદરવી અમાસ ના મેળા ની શરુવાત થાય છે.
કોરોના ના કપરા કાળ મા છેલ્લા બે વર્ષ અનેક ધાર્મિક કાર્યક્રમ અને મેળાઓ બંધ રહ્યા હતા ત્યારે ભાવનગર નો ભાદરવી અમાસ નો મેળો પણ બે વર્ષ બંધ રહ્યો હતો જ્યારે આજે હવે આ મેળો યોજાશે. જો ભાવનગર ના આ ખાસ મેળાની વાત કરવા મા આવે તો કોળીયાક ગામ ના દરિયા કિનારે આ મેળો ભરાઈ છે અને આ મેળા ખુલો મુકતા પેહલા એક ખાસ પરંપરા પુરી કરવા મા આવે છે. જેમા ભાવનગર ના રાજવી પરીવારના રાજવી દ્વારા આ ધ્વજા નુ પુજા અને વિધી કરવા મા આવતી હોય છે આ પરંપરા વર્ષોથી મહારાજા કૃષ્ણકુમારસિંહજીના સમયથી ચાલી આવી છે જે આજે પણ જીવંત છે. આ પૂજન બાદ મહારાજા વિજયરાજસિંહજી ગોહિલ દ્વારા મહાદેવની કૃપા શહેર-રાજ્ય અને દેશ પર બની રહે તેવી પ્રાર્થના પણ કરી હતી.
જયારે આ ધ્વજા પાલીતાણા તાલુકાના ગંગાસતીના રાજપરા ગામનાના સરવૈયા પરિવાર દ્વારા પરંપરાગત રીતે ચડાવવામાં આવે છે અને બાદ જ પોલીસ દ્વારા ભક્તોને દર્શન માટે દરિયામાં જવાની અનુમતિ આપવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ આ ધ્વજા સરવૈયા પરિવાર દ્વારા નિલમબાગ પેલેસ ખાતે આજે લાવવામાં આવી હતી અને ત્યાં ભાવનગર રાજવી પરિવારના યુવરાજ જયવીરસિંહ ગોહિલના હસ્તે ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત પૂજન વિધિ કરવામાં આવી હતી. રાજગોરના મુખેથી ઉચ્ચારાયેલ શાસ્ત્રોક્ત-વેદોક્ત મંત્રોચ્ચાર સાથે વિશાળ ધ્વજાની પૂજા અર્ચના મહારાજાના હસ્તે કરવામાં આવી હતી અને તેમાં મોટી સંખ્યામાં રાજવી પરિવાર સાથે જોડાયેલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યાર બાદ આજે વહેલી સવારે આ ધ્વજા ને નીષકલંક મહાદેવે ચડાવવા મા આવી હતી અને ભાદરવી અમાસ ની મેળા ની શરુવાત કરવા મા આવી હતી.
જો આ મેળાની વાત કરવા મા આવે તો આ મેળા મા લાખો ની સંખ્યા મા લોકો ઉમટી પડે છે જેમા ખાસ કરી ની સૌરાષ્ટ્રની જતના ખાસ ભાગ લે છે અને અમાસ નાહવા નુ અનોખુ મહત્વ છે આ મેળા મા ખાણી પીણી નો ખાસ લાહવો લેવામા આવતો હોય છે અને આ મેળો આખી રાત અને બીજો દીવસ ચાલું રહે છે આ મેળા મા પોલીસ નો ખાસ બંદોબસ્ત જોવા મળે છે જેથી કોઈ દુર્ઘટના અનિચ્છનીય ના બને.