યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો ! યુવતી એ વિડીઓ કોલ મા પ્રાઈવેટ પાર્ટસ બતાવ્યા તેના સ્ક્રીન શોર્ટ લઈ લીધા બાદ યુવકે અસલી રુપ દેખાડયું
આ ઘટના દરેક યુવાન અને યુવતી માટે ચેતવણી રૂપ સમાન છે, હેંનીટ્રેપ જેવી જ આ ઘટના વિષે વધુ વિગતવાર જાણીએ. આપણે સૌ કોઈ જાણીએ છે કે, અવારનવાર અનેક પ્રકારની ઘટના બનતી હોય છે જેમાં યુવતીને બ્લેકમેલ કરીને દુષ્કર્મ આચરે છે. આવી જ એક ઘટના સામે આવી છે. વાત જાને એમ છે કે,વડોદરામાં વર્ષ-2020માં એક યુવતી હોસ્પિટલને લગતો અભ્યાસ કરતી હતી. તેમજ ભરૂચ જિલ્લાના પાલેજનો ઇઝહાર દીવાન પણ કામિની સાથે નર્સિંગનો કોર્સ કરી રહ્યો હતો.
અભ્યાસ દરમિયાન બંને વચ્ચે મિત્રતા બંધાઇ હતી અને પછી પ્રેમ થયો ત્યારબાદબંને વચ્ચે ફોન પર વાતો થતી હતી. આખરે મિત્રતા થયા પછી યુવકે ને વાતચીત પછી યુવતીને પ્રાઇવેટ પાર્ટ્સ બતાવવા માટે દબાણ શરૂ કર્યું હતું અને યુવતી ફોટા ના આપતા યુવકે વિડીયો કોલનું કહ્યું અને યુવતીએ બાથરૂમમાં જઈને ઇઝહારે જણાવ્યું તેમ વીડિયો કોલ દરમિયાન પોતાના પ્રાઇવેટ પાર્ટ બતાવ્યા હતા.
ઇઝહાર પાસે કામિનીના ફોટો-વીડિયો આવી ગયા બાદ ઇઝહારે કામિનીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું.અને કહેતો કે હું કહું તેમ તારે કરવું પડશે. બે માસ પહેલાં કામિની નોકરીથી ઘરે જઇ રહી હતી એ સમયે ઇઝહાર ગાડી લઇને તેની પાસે પહોંચી ગયો હતો અને કામિનીને ગાડીમાં બેસાડી કરજણના બ્રિજ પાસેની એકાંત જગ્યામાં લઇ ગયો હતોઅને ફોટો-વીડિયો વાઇરલ કરી દેવાની ધમકી આપી દુષ્કર્મ આચરશે.
આ સિવાય ઇઝહારે કામિની નોકરી પર હતી એ દરમિયાન ફોન કરીને રેલવે સ્ટેશન પાછળ બોલાવી હતી અને એ-વન નામના ગેસ્ટ હાઉસમાં લઈ જઈ ફોટો-વીડિયો વાઇરલ કરી દેવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. અવાર-નવાર બ્લેકમેઇલ કરીને દુષ્કર્મ આચરવા માટે મજબૂર કરી રહેલા ઇઝહાર દીવાન અંગેની વાત કામિનીએ પોતાનાં માતા-પિતાને કરી હતી. માતા-પિતાએ દીકરીને હિંમત આપી કરજણ પોલીસ મથકમાં લઈ ગયાં હતાં. પીડિતા કામિનીએ ભરૂચ જિલ્લાના પાલેજના રહેવાસી ઇઝહાર કાલુશા દિવાન સામે ફરિયાદ નોંધાવી જેથી પોલીસે યુવકે દુષ્કર્મ આચરવાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હવસખોર યુવાનની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે.