Gujarat

રાજકોટ ના યુવનાએ એવી વાત ને લઈ ને આપઘાત કરી લીધો કે જાણી ને ચોંકી જશો ! ગર્લ ફ્રેન્ડ ને વાત કરવા…

આપણે સૌ કોઈ જાણીએ છે કે ગુજરાતમાં આત્મહત્યાના બનાવો ખૂબ જ બની રહ્યા છે. ખાસ કરીને પ્રેમનાં લીધે અનેક યુવાન યુવતીઓ મોતને વ્હાલું કરી લે છે. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદાયી છે. હાલમાં જ એક આવી ઘટના સામે આવી છે. આ ઘટના અંગે અમે આપને વિગતવાર જણાવીએ કે આખરે કેવી રીતે એક યુવકને પોતાની પૂર્વક પ્રેમિકા એ લગ્નની ના પાડતા તેને મોતને વ્હાલું કરેલ. આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી જાણીએ.

સૂત્ર મુજબ જાણવા મળ્યું છે કે, આ સમગ્ર મામલો પ્રેમ પ્રકરણ સાથે જોડાયેલ છે. વાત જાણે એમ છે કે, શાપરમા રહેતા ચિરાગ અશોકભાઈ સિંધવ (ઉ.વ.22) નામના યુવકે બજાજ ફાઇનાન્સની ઓફિસમાં ઈલેકટ્રીક વાયરથી ગળેફાંસો લગાવી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ આત્મહત્યા પાછળનું કારણ જાણીને સૌ કોઈ ચોકી ગયેલા.

આ ઘટના અંગે વિગતવાર માહિતી મળતા જાણવા મળેલ હતું કે, શાપરના ભીમનગરમાં રહેતા ચિરાગભાઈ બજાજ ફાઇનાન્સમાં રિકવરી વિભાગમાં નોકરી કરતાં હતાં અને તેમને કંપનીમાં જ ઈલેકટ્રીક વાયરથી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે ઑફિસના સ્ટાફને જાણ થતાં સારવારમાં સિવિલે ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે તપાસીને મૃત જાહેર કર્યો હતો.પોલીસે કાગળો કરી મૃતદેહને પીએમમાં ખસેડી અપઘાતનું કારણ જાણવા પરિવારની પૂછપરછ હાથ ધરી હતી.

પોલીસ તપાસમાં પરિવારજનો પાસેથી જાણવા મળ્યું હતું કે, ચિરાગને શાપરની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો પણ યુવતીએ પરિવાર નહીં માને તેમ કહીં સબંધ પૂરો કર્યો હતો. આ ઘટના બાદ ચિરાગની સગાઈ જામકંડોરણાના ચાવંડી ગામે બે માસ પહેલા થયેલ પણ ફરીએકવાર તેની પૂર્વ પ્રેમિકા સાથે ફરીથી ફોન પર વાત કરવાનું ચાલુ કર્યું હતું પણ ચિરાગે લગ્ન નહીં થાઈ તેની ચિંતામાં પગલું ભર્યાનું પરિવારને શંકા છે. આ દુઃખ ઘટનાને લીધે પરિવારમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!