સુરતની આ નટખટ બાળકીનો અવાજ સાંભળીને લાખો લોકો થયા દિવાના! જુઓ એના રમુજી વિડીયો…
આજના સમયમાં દરેક વ્યક્તિ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે ખાસ કરીને બાળકોથી લઈને વડીલો લોકો પણ આજે youtube અને instagram માં રિલીઝ બનાવીને ખૂબ જ ફેમસ થઈ રહ્યા છે, ત્યારે આજે આપણે એક એવી બાળકી વિશે વાત કરીશું જેની અભિનયની કળા અને તેનો અવાજ સાંભળીને તમે તેના દિવાના થઈ જશો.
View this post on Instagram
આ નાની એવી બાળકી આજે youtube પર લાખો લોકો સબસ્ક્રાઇબ ધરાવે છે તેમજ instagram માં પણ 80000 થી વધુ ફોલવર્સ છે. ચાલો અમે આપને જણાવીએ કે આ બાળકી કોણ છે અને તેનું નામ શું છે અને શા માટે તે ખૂબ જ લોકપ્રિય બની ગઈ છે.
કહેવાય છે ને કે મોરના ઈંડા ક્યારે ચીતરવા નથી પડતા બસ આવું જ આ બાળકી માટે લાગુ પડે છે કારણ કે આ બાળકીના પિતા પણ એક ટ્રાવેલર બ્લોગર છે અને તેઓ પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. ખાસ કરીને તે તેમની ફોટોગ્રાફીને લીધે પણ વધુ ઓળખાય છે. તમે જ્યારે આ પરિવારનું ઇન્સ્ટાગ્રામ આઈડી ચકાસશો, ત્યારે તમને ખ્યાલ આવશે કે તેઓ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે.
View this post on Instagram
અમે આપને જણાવી દઈએ કે આ બાળકી સુરતની રહેવાસી છે અને તેમના પિતાનું નામ જયદીપ પટેલ છે અને તેમની માતાનું નામ સારિકાબેન પટેલ છે તથા આ બાળકીનું નામ હિઝુ છે. આ હિઝુ તમે જોશો તો તમને ઉંમરમાં એ માત્ર દસ વર્ષની અંદાજે લાગે છે પરંતુ તે એટલું ખૂબ એટલું મીઠું બોલે છે કે બસ આપણે તેને સાંભળ્યા જ રાખીએ.તેની મીઠી બોલી લાખો લોકોને તેના દિવાના બનાવી દીધા છે.
આજે તે youtube પર પોતાના વિડીયો બનાવીને અપલોડ કરે છે અને કદાચ તે લાખોની કમાણી પણ કરી રહી હશે કારણ કે youtube માં તે બે લાખથી પણ વધારે સબસ્ક્રાઈબર ધરાવે છે તેમજ instagram માં પણ હોશિયાર 80,000 થી વધારે તેના ફોલોવર્સ છે અને તે તેના ક્યુતનેસ અને તેનાં નટખટ સ્વભાવન લીધે ખૂબ જ લોકપ્રિય બની ગઈ છે.જ્યારે તમે આ બાળકીના instagram આઈડી અને youtube પર મુલાકાત લેશો, ત્યારે તમને ખરેખર સમજાય જશે કે આ બાળકી કેટલી ટેલેન્ટેડ છે.
View this post on Instagram
સૌ કોઈ જાણીએ છીએ કે આજના સમયમાં ખૂબ જ નાની ઉંમરે બાળકો ટેલેન્ટેડ બની રહ્યા છે અને youtube અને instagram ના માધ્યમથી એટલી જ લોકપ્રિયતા પણ મેળવી રહ્યા છે. આ સુરતની પહેલી એવી બાળકી નથી કે જે નાની ઉંમરમાં આટલી લોકપ્રિય બની ગઈ હોય કારણ કે આવા તો અનેક બાળકો છે.
જે instagram અને youtube દ્વારા વિડીયો બનાવીને લોકપ્રિયતા મેળવી રહ્યા છે પરંતુ ખરેખર હિઝુની આવડત અને તેની મીઠી બોલી ના લીધે તે ખૂબ જ લોકપ્રિય બની છે અને ભવિષ્યમાં તે હજુ વધારે સફળતા મેળવશે એ આપણે કહીએ તો પણ ખોટું નથી. ખરેખર આ સુરતની બાળકીને એકવાર તો જરૂર આપણે ફોલો કરવી જોઈએ અને વીડિયોને માણવા જોઈએ.