સુરત : મુસ્લિમ છોકરી સાથે લગ્ન કરનાર હિન્દુ પતિને પત્ની-સાળાએ ગૌમાંસ ખવડાવ્યું, આપઘાત કરતા પહેલાની ચિઠ્ઠીમાં મા જણાવી આપવિતી
આપણે અનેક વખત મુસ્લિમ અને હિન્દૂ યુવતીના લગ્ન સંબંધ વિશે જાણીએ છે, જેમાં મોટાભાગના કેસમાં મુસ્લિમ યુવકો હિન્દૂ યુવતી સાથે લગ્ન કરીને તેને ધર્મ પરિવર્તન માટે કે અન્ય માનસિક ત્રાસ આપે છે અથવા શારીરિક સંબંધ બાંધીને તરછોડી દે છે. હાલમાં આંતરધર્મીય લગ્નનો કરુણ દાયક બનાવ બન્યો જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશોમ વાત જાણે એમ છે કે હિન્દૂ યુવકને મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરવા ખૂબ જ ભારે પડ્યા અને આખરે જીવ ગુમાવવાનો વારો આવ્યો.
આપણે જાણીએ છે કે પ્રેમ લગ્નમાં મોટાભાગે કરુણદાયક અંત આવતો હોય છે. આ ઘટના અંગે વધુ જાણીએ તો સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, 27 વર્ષના રોહિત સિંગ ઉધના બીઆરસીમાં ડાઇગ મિલમાં નોકરી કરતો હતો અને ત્યારે જ તેનેસોનમ અલી સાથે પ્રેમ થયો હતો પણ સોનમ મુસ્લિમ હતી અને તેના અગાઉ લગ્ન થયેલા. આ કારણે પરિવારજનોએ રોહિતસિંગને લગ્ન કરવાની ના પાડી હતી અથવા અલગ રહેવાની વાત કરી હતી.
પ્રેમમાં પાગલ યુવાને પરિવારને મૂકીને સોનમ સાથે છેલ્લા એક વર્ષથી રહેતો હતો અને પરિવાર સાથે કોઈ સંબંધ પણ રાખ્યો ન હતો.
કહેવાય છે ને પ્રેમ આંધળો હોય છે, જીવનમાં પ્રેમ કરનાર વ્યક્તિ પોતાના લોકો ભૂલીને માત્ર ને માત્ર વ્યક્તિને પોતાનું જ સર્વસ્વ માની લેતો હોય છે અને જીવન જાણે એજ વ્યક્તિ થકી ચાલશે એવું માનીને દરેક સંબંધોને તોડી ને પોતાના સંબંધ બાંધે છે. આખરે આ યુવાન સાથે એવું જ થયું લગ્નમાં થોડા સમય બાદ જ રોહિતસિંગને પત્ની અને સાળા મુક્તાર અલીએ જાનથી મારી નાખવાની ધમકી આપી ગૌ-માંસ ખવડાવી માનસિક ત્રાસ આપતા હતા. જેના કારણે રોહિતસિંગએ 27મી જુને બપોરના સમયે પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો અને મરતા પહેલા આત્મહત્યાની ખબર ફેસબુકમાં પોસ્ટ કરી હતી જેમાં મોતનું કારણ જણાવેલ.
યુવકે હિન્દીમાં લખ્યું હતું કે,આજ મે ઈસ દુનિયા કો છોડ કે જા રહા હું, મેરી મોત કા કારણ મેરી બીબી સોનમ ઔર ઉસકા ભાઈ અખ્તર અલી હૈ, મેરે સભી દોસ્તો સે અનુરોધ હૈ, આપ લોગ મુજે ઇનસાફ દિલાના, મુજે જાન સે મારને કી ધમકી દેકર ગૌ-માંસ ખીલાયા ગયા, મેં અબ ઈસ દુનિયા મે જીને કે લાયક નહિ હું, ઈસી લીયે મે આત્મહત્યા કરને જા રહા હું, આપકા અપના રોહિતસિંગ ઘટનામાં જાણવા મળ્યું હતું કે, રોહિતસિંગના મોતની ખબર પરિવાર આપી નહિ અને તેમને અંધારામાં રાખીને જ ભાઈ બહેનએ અંતિમ સંસ્કાર મકાન માલિકે પાસે કરાવી દીધા હતા. એક તરફ તેમના પરિવારને ખબર ન પડી કે તેમનો દિકરો જીવે છે કે મરી ગયો. આખરે બે મહિના પછી પરિવારજનોને સોશિયલ મીડિયાના માધ્યમથી એક મિત્રના મારફતે ભાઈના આપઘાતની ખબર પડી હતી.
મૃતકની માતાએ ઉધના પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે મૃતકની પત્ની સોનમ જાકીર અલી અને તેનો ભાઈ મુક્તાર અલી સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે.જો કે સોશિયલ મીડિયામાં સુસાઇડ નોટ ક્યારે અપલોડ કરવામાં આવી તે અંગે પોલીસ તપાસ કરી આગળની કાર્યવાહી કરશે.