ચોથા માટે થઈ કુદી મહીલા એ આપઘાત કરી લીધો ! સ્યૂસાઇડ નોટ મા લખ્યુ કે આ ત્રણ વ્યક્તિ મારી પાછળ પડી ગયા જેથી મારે આ પગલુ….
એક દિવસ પણ ગુજરાતમાં એવો નહિ હોય કે કોઈ શહેર કે ગામમાં આત્મહત્યાના બનાવ ન બન્યા હોય. ખરેખર આ એક ખૂબ જ દુઃખદાયી ઘટના કહેવાય કે, લોકો પોતાના પરિવાર અને જીવની ચિંતા કર્યા વગર જ એક પળમાં ન કરવાનું કરી બેસે છે. કહેવાય છે ને કે, ભગવાને આપણને અમૂલ્ય જીવન આપ્યું છે, જીવવા ન કે આત્મહત્યા કરવા માટે. આ જગતમાં આત્મહત્યા કરવી એ મોટું પાપ છે. આજે અમે આપને એક એવી જ કરુણદાયક ઘટના જણાવીશું. હાલમાં જ અમરેલી શહેરમાં એક મહિલા એ પોતાનું જીવન ટૂંકાવી દીધું.
દિવ્યભાસ્કરના મળેલા અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે,
અમરેલીના ગોકુલધામ એપાર્ટમેન્ટના ઉપરથી એક મહિલાએ ચોથા માળેથી કૂદીને મોતને વ્હાલું કર્યું. આ આત્મહત્યા કરનાર મહિલામાં કેસમાં એક નવો વળાંક આવ્યો છે. પોલીસ તપાસ દ્વારા મૃતકના ઘરેથી સુસાઈડ નોટ મળી આવી અને આજ કારણે પોલીસે તપાસ હાથ ધરી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ સુસાઈડ નોટમાં એક પોલીસકર્મી સહિત ત્રણ નામનો ઉલ્લેખ કર્યો છે.
આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી આપીએ કે આખરે આત્મહત્યા કરનાર મહિલા કોણ છે અને શા માટે તેને પોતાની સ્યુસાઇડ નોટમાં પોલીસ અધિકારીઓના નામનો ઉલ્લેખ કર્યો છે. મીડિયા દ્વારા મળેલી માહિતી પરથી જાણવા મળ્યું છે કે,
અમરેલી શહેરમાં આવેલી ગોકુલધામ એપાર્ટમેન્ટ ઉપરથી ગીતા બોદર નામની મહિલાએ ચોથા માળેથી આત્મહત્યા કરી લીધી. આ ઘટના ની જાણ થતા જ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી લાશનો પીએમ માટે મોકલવામાં આવી હતી. આ ઘટના બાદ પોલિસ તપાસમાં મૃતક મહિલાના ઘરમાંથી એક ડાયરીમાંથી સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં એક પોલીસકર્મી સહિત ત્રણ વ્યક્તિના ત્રાસના કારણે પોતે આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે. જેથી સુસાઈડ નોટની ખરાઈ માટે પોલીસ એક્સપર્ટની મદદ લેશે.
આ ઘટનામાં ચોંકાવનાટ વાત સ્યુસાઇડ નોટમાં લખેલ નામો છે તેમજ સુસાઈડ નોટ આત્મહત્યા પહેલા લખી હોવાની મનાઇ રહ્યું છે. આ નોટમાં પ્રિયંકા જોશી, અમરેલી પોલીસના મોરી અને રાજદીપ વાળાના નામનો ઉલ્લેખ કર્યો છે. આ ત્રણ વ્યક્તિ તેની પાછળ પડી ગયા હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત કરશન બોદરે તેમની સાથે લગ્ન કર્યા બાદ શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો એવું જણાવેલ.
આ ઘટનાને કારણે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયેલ તેમજ આ ચોંકાવનાર ઘટના સ મામલે અમરેલી ઇન્ચાર્જ એસપી કે.જે.ચૌધરીએ જણાવેલ કે સુસાઈડ નોટ મામલે હાલ સીટી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે , ત્યારે હવે આવનાર સમયમાં જાણ થશે કે આખરે આ હત્યા છે કે આત્મહત્યા?