ભલભલા ડોક્ટરે પણ નહી કર્યુ હોય એવુ કામ આ 68 વર્ષ ના માનીએ કરી બતાવ્યુ કે ! અત્યાર સુધી મા 1500 જેટલી મહિલાઓ ની…
માત્ર શિક્ષણ નહિ પણ અનુભવ વધુ કામ આવે છે. આજના સમયમાં મહિલાની પ્રસુતિ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે પરંતુ પહેલાના સમયમાં તો મોટી ઉંમરનાં કોઈ અનુભવી માજી ઘરે આવીને જ મહિલાની પ્રસુતિ કરાવતા હતા અને પહેલાના સમયમાં સિઝરીયનનાં બનાવો બહુ ઓછા બનતા હતા. આજે અમે આપને એક એવા જ માજી વિશે જણાવશું.ભલભલા ડોક્ટરે પણ નહી કર્યુ હોય એવુ કામ આ 68 વર્ષ ના માનીએ કરી બતાવ્યુ કે ! અત્યાર સુધી મા 1500 જેટલી મહિલાઓ ની પ્રસુતિ કરાવી છે.
આ વૃદ્ધ મહિલા વિશે જાણીએ તો, તેઓ ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા તખતપુરા ગામનાં રહેવાસી છે અને તેમનું નામ તળશીબેન ચૌહાણ છે. તેઓ છેલ્લા 48 વર્ષથી અનેક ગામોમાં મહિલાઓને વિનામૂલ્યે પ્રસૂતિ કરાવી રહ્યા છે. પ્રસુતિ માટે તેમની પાસે તમામ પ્રકારનો સામાન તે એક પેટીમાં રાખે છે.
તળશી બેન 20 વર્ષના હતા ત્યારથીજ મહિલાઓની પ્રસુતિ કરાવવાનું શીખી ગયા હતા.ત્યારથી આજ સુઘી તેઓએ 1500 જેટલી મહિલાઓની તેઓએ સાવચેતી પૂર્વક કરાવી ચૂક્યા છે. તેઓ રાત-દિવસ ગમે ત્યારે તાત્કાલિક સ્થળ પર પહોંચી જાય છે.અને સાવચેતી પૂર્વક સગ્રર્ભા મહિલાઓની પ્રસુતિ કરાવી આપે છે.
તળશી બેને આજે 68 વર્ષની થઈ ગયા છે છતા તેઓ ગામમાં અને આસપાસના 10 જેટલા ગામોમાં ડોક્ટરની જેમ ડિલિવરી કરાવવા જાય છે.તળશીબેનનું માનવું છે કે તખતપુરા ગામમાં મહિલાઓને પ્રસૂતિ કરાવવા માટે કોઈ સુવિધા નથી જેના કારણે હું છેલ્લા ઘણા વર્ષોથી તખતપુરા ગામમાં તેમજ અન્ય 10 જેટલા ગામોમાં મહિલાઓને પ્રસુતિ કરાવી રહી છું .68 વર્ષની ઉંમરમાં જેટલી પણ ડિલિવરી કરાવી છે તેમાંથી એક પણ કેસ ફેલ થયો.ગામલોકઓ એમના આ કામને બિરદાવી રહ્યા છે. તેમજ ત્યાંના પી.એચ.સી.ના ટી.એચ.ઓ પણ તેમની આ કામગીરીને બિરદાવી રહ્યા છે.