અમદાવદના આ યુવાને અમેરિકામાં ડંકો વગાડ્યો! યુવાને કરી કામગીરી કે, પ્રભાવિત થઈને ટેસ્લા કંપનીએ નોકરી માટે ડાયરેકટ સિલેકટ કરી લીધો…
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે, આજના સમયમાં અનેક ગુજરાતી યુવાનો વિદેશમાં અભ્યાસ કરીને ત્યાં જ સારી એવી કંપનીમાં નોકરી મેળવીને ગુજરાત અને ભારત દેશનું ગૌરવ વધારી રહ્યા છે. આજે આપણે એક એવા જ યુવાનની વાત કરવાની છે, જે આજે અમદાવાદથી નીકળીને અમેરિકા સુધી પહોંચી ગયો છે. અંનત કાલકાર અમેરિકા સ્થિત વિશ્વ વિખ્યાત કંપની ટેસ્લામાં ડંકો વગાડ્યો છે.
તમને જાણીને નવાઈ લાગશે કે તેને શહેરની જાણીતી એચ.બી. કાપડિયા સ્કૂલમાંથી ભણીને અમદાવાદમાંથી જ મિકેનિકલ એન્જિનિયરિંગ કરનાર અનંત કાલકરની USAની ટેસ્લા કંપનીમાં સપ્લાયર ક્વોલિટી એન્જિનિયર તરીકે જોડાયેલ છે. ચાલો ત્યારે અમે આપને જણાવીએ કે આખરે અમદાવદથી એમરીકા સુધીની તેની સફર કેવી રહી અને તેને ક્યાં પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો એ જાણીએ.
પહેલા તો અનંત વિશે આપણે જાણીએ. અનંતનો પરિવાર મૂળ મહારાષ્ટ્રના છે પરંતુ અનંતનો જન્મ અમદાવાદમાં થયેલ છે અને તેમના પિતા કુમાર કાલકાર ટોરેન્ટમાં એન્જીનયર છે તેમજ માતા યોગીની ઇન્ડિયન ઓઇલમાં કંપની કરે છે. બાળપણથી અનંતને શિક્ષણ મળ્યું છે. મેમનગરની એચ બી કાપડિયામાં 8 થી 12 સુધી અભ્યાસ કર્યો. અમદાવાદમાં જ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મિકેનિકલમાં એન્જીનયરિંગ કર્યું તેમજ કંપનીમાં દોઢ વર્ષ નોકરી કરી અને 2020માં માસ્ટર ડીગ્રી માટે અમેરિકા ગયો , ત્યાં 2021માં ડોર સપલાયમાં ઇન્ટરશિપ કરી અને કંપનીએ તેના કામની નોંધ લીધી.
માસ્ટર ડીગ્રી પુરી થતા જ તેને ટેલ્સામાં એપ્લાય કર્યું અને કંપની પણ અગાઉની તેની કામગીરી જોઈને ડાયરેક્ટ સિલેક્ટ કર્યો. આખરવા ગયા જ અઠવાડિયામાં તે કંપનીના જોડાયો.ખરેખર આ યુવાનની સફળતા સૌ માટે પ્રેરણાદાયી છે.આ યુવાને કહ્યું કે, મને મિકેનિકલમાં ૨સ હતો.જેથી મેં અભ્યાસ કરીને ફરીથી કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું છે. મારે ઘણી મહત્વની જવાબદારી નિભાવવાની છે. ભવિષ્યમાં મિકેનિકલ ફિલ્ડમાં જ આગળ વધવું છે. હું ઇન્ડિયા હતો ત્યારે સ્કૂલ તરફથી મને ઘણું બધું શીખવવામાં આવ્યું હતું. જેના કા૨ણે આજે હું આ મુકામે પહોંચી શક્યો છું.