આગમાં વધુ એક દિકરી હોમાઈ ! શાહરૂખે પેટ્રોલ છાંટી સળગાવી દીધી..જાણો પુરી ઘટના
હાલ ના સમય મા દેશ અને રાજ્ય મા એક તરફી પ્રેમ ના કારણે કોઈ ને કોઈ દીકરી નો ભોગ લેવાઈ રહ્યો છે થોડા દીવસ અગાવ જ ગુજરાત મા એક ઘટના બની હતી જેમા એક 45 વર્ષ ના આડેધે 16 વર્ષ ની દીકરી ની એક તરફથી પ્રેમ મા હત્યા કરી હતી જ્યારે હવે ઝારખંડના દુમકા શહેર મા એક એવી જ ઘટના સામે આવી છે જેમા શાહરૂખ નામ ના યુવાને એક તરફી પ્રેમ મા અંકિતા નામ ની યુવતી ને પેટ્રોલ છાંટી ને હત્યા કરી નાખી હતી.
જો ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર તારીખ 22 ના રોજ ઝારખંડના દુમકા શહેર મા શાહરૂખ નામ પ્રેમી એ અંકીતા નામની યુવતી ને પેટ્રોલ છાંટી ને જીવતી સળગાવી દીધી હતી. અંકિતા ને સારવાર માટે હોસ્પિટલે ખસેડવા મા આવી હતી પરંતુ સારવાર દરમ્યાન તેનું મોત થયુ હતુ. આ ઘટના બાદ સમગ્ર પથંક મા ચકચાર મચી ગયો હતો જ્યારે અંકિતાનો મૃતદેહ જરુઆડીહ સ્થિત ઘરે પહોંચ્યો હતો. ત્યારે અંકિતાને લોકોએ અંતિમ વિદાય આપી હતી અને બેદિયા ઘાટમાં તેના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતે તેનો મૃતદેહ પંચતત્વમાં વિલીન થઈ ગયો હતો.
આ ઘટના બાદ સમગ્ર પથંક મા રોશ ફાટી નિકળયો હતો આરોપી ને સખત સજા મળે તેવી માંગ કરવા મા આવી હતી અને મહીલા મા ભય છવાઈ ગયો હતો.મહિલાઓએ જણાવ્યું હતું કે, આ ઘટના પછી બાળકીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો છે અને હવે તો તેઓ શાળાએ જતા પણ ડરી રહી છે.
દુમકામાં સુરક્ષાને ધ્યાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને 144ની કલમ લાગુ કરવામાં આવી છે. ત્યાં જાહેર જગ્યાએ 5 કે તેથી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ મામલે દુમકાના એસપી અંબર લકડાએ જણાવ્યું હતું કે, ‘સુરક્ષાને ધ્યાને લઈ સઘન પોલીસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે જેથી શહેરની શાંતિમાં કોઈ ભંગ ન થાય. આ મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ મોકલવામાં આવ્યો છે. જેથી પીડિતાને ઝડપથી ન્યાય મળી શકે.’