Gujarat

પોલીસ બેડા મા ફફડાટ! બોટાદ કેમીકલ કાંડ મામલે ગૃહ વિભાગ દ્વારા 12 પોલીસકર્મી….

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ ધોળે દિવસે પણ દારૂની હેરફેર થાય છે અને દારૂબંધી હોવાના જ કારણે અનેક પ્રકારની ગુન્હાઓ થઈ રહ્યા છે. જ્યારથી લઠ્ઠાકાંડ થયો, ત્યારથી સ્ટેટ મોનીટરીંગ સેલ વધુ કડક થઈને અનેક બુટેલેગરોને પકડી પાડ્યા તેમજ લઠ્ઠાકાંડ માટે ખાસ કરીને નિલર્પિત રાયને તપાસની જવાબ સોપવામાં આવી હતી. ત્યારે હાલમાં જ એક ઘટનાં સામે આવી છે, જેના લીધે પોલીસ વિભાગમાંફફડાટ મચી ગયો છે. બોટાદ કેમીકલ કાંડ મામલે ગૃહ વિભાગ દ્વારા 12 પોલીસકર્મી માટે ચોંકાવનાર પગલું ગૃહ વિભાગ દ્વારા લેવામાં આવેલ છે.

આપણે ભૂતકાળ પર એક નજર ફેરવીએ તો બોટાદના લઠ્ઠાકાંડમાં ઝેરીદારૂમાં કેમિકલના કારણે કુલ 43 લોકો મોતના મુખમાં ધકેલાયા હતા. લઠ્ઠાકાંડ બાદ પોલીસે જપ્ત કરેલા દારૂનો FSL રિપોર્ટ આવતા મોટો ખુલાસો થયો હતો કે આરોપીઓએ દારૂના નામે લોકોને કેમિકલ પીવડાવી દીધું હતું. કારણ કે K અને Lના નમૂનામાં મીથાઈલ આલ્કોહોલનું પ્રમાણ 98.71 તથા 98.99 આવ્યું હતું. જ્યારે ઇથાઇલ આલ્કોહોલમાં 0 પ્રમાણ આવ્યુ હતું જે બાદ કેમિકલ કાંડમાં કાવતરું થયું હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.

આ કારણે કેમિકલકાંડ મામલે કાર્યવાહીનો દોર હજુ પણ યથાવત છે. આજે ગૃહવિભાગે પરિપત્ર જાહેર કરી વધુ બોટાદ,બરવાળા અને રાણપુર પોલીસ સ્ટેશનના 12 પોલીસકર્મચારીઓને બદલીના ઓર્ડર પકડાવી દીધા છે.  સમગ્ર પોલીસબેડામાં ખળભળાટ મચ્યો છે. આ પહેલા પણ 12 પોલીસકર્મીઓને જિલ્લા બહાર ટ્રાન્સફર આપવામાં આવ્યું હતું.ગત 29 જુલાઇના રોજ LCB અને SOGના 12 પોલીસકર્મીઓની બદલી કરી દેવામાં આવી છે.

જિલ્લાના 12 પોલીસકર્મીઓની જિલ્લા બહાર બદલી કરી ફરજ સોંપવામાં આવતા આ બદલી ચર્ચાનું કારણ બની હતી. અમદાવાદ ગ્રામ્ય DYSP એન.વી.પટેલ, બોટાદના DYSP એસ.કે.ત્રિવેદીને પણ સસ્પેન્ડ કરાયા હતા. તો બરવાળાના PSI ભગીરથસિંહ વાળા અને રાણપુરના PSI શૈલેન્દ્રસિંહ રાણા અને ધંધુકાના PI કે.પી.જાડેજાને સસ્પેન્ડ કરાયા હતા. એટલે કે 2 SP કક્ષાના અધિકારીઓની બદલી કરાઇ અને 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પોલીસકર્મી સુરેશકુમાર ચૌધરીને પર પણ સસ્પેન્શનની કાર્યવાહી થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!