India

ડી કંપની ના અલગ અલગ ડોન પર લાખોનુ ઈનામ જાહેર કર્યુ NIA એજન્સી એ ! જાણો ક્યા ક્યા ડોન પર કેટલુ કેટલુ ઈનામ છે….

દેશ ના મોટા માથાના ડોન માટે હવે લાખો રુપીઆનુ ઈનામ જાહેર કરવા મા આવ્યુ છે. જેમા દાઉદ થી માંડી અન્ય તેના સાથીઓ કુખ્યાત ડોન ના નામ શામેલ છે અને ઈનામ જાહેર કરનાર એજન્સી NIA છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એ ગુરુવારે ઈનામની રકમનું લિસ્ટ જાહેર કર્યું છે. એમાં દાઉદ પર 25 લાખનું ઈનામ રાખવામાં આવ્યું છે. આ સિવાય છોટા શકીલની માહિતી આપવા પર 20 લાખનું ઈનામ આપવાની જાહેરાત કરાઈ છે.

જો આ લિસ્ટ ની વિગતે વાત કરવા મા આવે તો આ લીસ્ટ મા લિસ્ટમાં દાઉદ, છોટા શકીલ, અનીસ ઈબ્રાહિમ, જાવેદ ચિકના અને ટાઈગર મેમનનાં નામ છે. જે દાઉદ ના સાથીઓ છે અને તેની અલગ અલગ જુની અને નવી તસવીરો સાથે સૌપ્રથમ વખત લિસ્ટ બહાર પડાયું જોકે દાઉદ ની નવી તસવીર સામે આવી નથી અગાઉ 1993માં મુંબઈ બ્લાસ્ટ પછી ઘણી સરકારી એજન્સીઓએ બહાર પાડ્યો હતો.

NIAના એક રિપોર્ટ મુજબ, દાઉદ ગેંગના લોકો પાકિસ્તાનના સપોર્ટનાં આતંકી સંગઠનો સુધી ફન્ડ પહોંચાડી રહ્યા છે. એને પગલે મુંબઈ, થાણે અને આસપાસના ઘણા વિસ્તારોમાં ખંડણી, સટ્ટાબાજી, બિલ્ડરોને ધમકાવવા અને ડ્રગ્સનો કારોબાર કરવાના કેસો વધ્યા છે. ત્યારે આ બાબત ને ધ્યાન મા રાખી ને આ લીસ્ટ જાહેર કર્યુ છે જેમા દાઉદ પર 25 લાખ , છોટા શકીલ 20 લાખ , અનીસ ઈબ્રાહિમ 15 લાખ, જાવેદ ચિકના પર 15 લાખ ,ટાઇગર મેમન પર 15 લાખ ઈનામ જાહેર કરવામા આવ્યુ છે.

UNએ પણ દાઉદ પર 25 મિલિયન ડોલરનું ઈનામ રાખ્યું જેમા યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલે 2003માં દાઉદ ઈબ્રાહિમ પર 25 મિલિયન ડોલરનું ઈનામ રાખ્યું હતું. દાઉદ સિવાય લશ્કર ચીફ હાફિઝ સઈડ, જૈશ ચીફ મૌલાના મસૂદ અઝહર, હિઝબુલ મુજાહિદીન ફાઉન્ડર સૈયદ સલાહુદ્દીન અને અબ્દુલ રઉફ અગસર પણ ભારતના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!