ડાયમંડ ઓફીસ મા કામ કરતા પ્રવિણ પટેલે નદી મા કુદી ને આપઘાત કરી લીધો ! આપઘાત કરવાનું કારણ…
રાજ્યમાં હાલના સમયમાં વાત કરવામાં આવે તો દિવસેને દિવસે આત્મહત્યાની ઘટનાઓ વધતી જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી રોજબરોજની અનેક એવી આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી જ રહે છે જેના વિશે જાણીને આપણે પણ ધ્રુજી જતા હોઈએ છીએ. ક્યારેક પૈસાની તંગીને લીધે તો ક્યારેક ટેન્શન કે ડીપ્રેશનને લીધે લોકો આત્મહત્યા કરી લેતા હોય છે, એવામાં આત્મહત્યાની આવી જ ઘટના નવસારી જીલ્લામાંથી સામે આવી છે.
જણાવી દઈએ કે જીલ્લાના સોનવાડી ગામમાંથી પસાર થતી અંબિકા નદીમાં ૩૦ વર્ષીય પ્રવીણ કેવડા પટેલ નામના વ્યક્તિએ મૌતની છલાંગ લગાવી દીધી હતી. પોલીસને આ ઘટનાની ચોક્કસ જાણકારી પ્રાપ્ત થતા ફાયર વિભાગ તથા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને નદીમાં પ્રવીણભાઈની શોધ કરવામાં આવી હતી, એવામાં ભારે શોધખોળ કર્યા બાદ પ્રવીણભાઈ નદીમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા.
મૃતક પ્રવીણભાઈ વિજલપોરમાં આવેલ સાઈ ચેમ્બર્સ એપાર્ટમેન્ટ પોતાની પત્ની અને બે બાળકો સાથે રેહતા હતા અને નવસારી જીલ્લાની રૂબી કોમ્પલેક્ષમાં આવેલ ડાયમંડ કંપનીમાં નોકરી કરતા હતા. એવામાં તેઓએ અંબિકા નદી પર બાંધવામાં આવેલ બ્રીજ પર પોતાનો મોબાઈલ અને બાઈક મુકીને ઝંપલાવી દીધું હતું, જે બાદ તેઓનું ડૂબવાથી મૃત્યુ થતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો.
હાલ તો પ્રવીણભાઈએ શા માટે આત્મહત્યા કરી તેનું કોઈ કારણ તો સામે આવ્યું નથી, આથી ગણદેવી પોલીસે હાલ તો અકસ્માતનો ગુનો નોંધીને આગળની તપાસની શરુઆત કરી છે.પ્રવીણભાઈએ આત્મહત્યા કરી લેતા તેઓની પત્ની અને બે બાળકો નિરાધાર બન્યા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.