એડવોકેટ મેહુલ બોઘરા પર થયેલા હુમલા મામલે વકીલ મંડળે એવો નિર્ણય લીધો કે જાણીને ચોંકી જશો ! સાજન ભરવાડના વકીલ..
થોડા દીવસ અગાવ સુરતના જાણીતા એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલો થયો હતો તે ઘટના હજી પણ ચર્ચા નો વિષય બનેલી છે ત્યારે આ ઘટના ને લઈ ને એક ચોંકાવનારી વિગત સામે આવી છે. આ ઘટનાને લઈ ને સુરત અને ગુજરાતના વકીલો પર મા ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે વકીલ મંડળની મળેલી સામાન્ય સભામાં નિર્ણય લેવાયો હતો કે સાજન ભરવાડ તરફથી કોઈ વકીલે કેસ ન લડવો.
જ્યારે આ મામલે હલે નવો વળાંક આવ્યો હતો અને સાજન ભરવાડના વકીલ તરીકે મિનેશ ઝવેરીએ પોતાનો વકીલ ધર્મ બજાવતા તેઓ સાજન ભરવાડ તરફથી કેસ લડવા તૈયાર યથા હતા તેના પ્રત્યાઘાત રૂપે હવે એડવોકેટ મિનેશ ઝવેરીને વકીલ મંડળમાંથી આજીવન સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે હાલ બાબત ઘણી ચર્ચા નો વિષય બની છે.
તો બીજી બાજુ એડવોકેડ મેહુલ બોઘરા ને જાહેર મા માર મારવા બદલ સાજન ભરવાડ ને કોર્ટે 20 ઓગસ્ટ ના રોજ 5 દીવસ ના રિમાન્ડ મંજુર કર્યા હતા. જો કે પોલીસ દ્વારા આ કેસ મા કોર્ટ પાસે 7 દિવસ ના રિમાન્ડ માગ્યા હતા જ્યાર બાદ કોર્ટે 5 દિવસ ના મંજુર કર્યા હતા.
અત્રે ઉલ્લેખનિય છે કે સુરતના સરથાણા કેનાલ રોડ પર લસકાણા ચોકીથી 50 મીટરના અંતરે વકીલ મેહુલ બોઘરા પર TRBના સુપરવાઇઝર સાજન ભરવાડે જીવલેણ હુમલો કર્યો હતો. સુરતના વકીલ મેહુલ બોઘરાએ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટનાને સોશિયલ મીડિયા પર લાઇવ કરતાં ઉશ્કેરાયેલા સાજન ભરવાડે મેહુલ બોઘરા પર હુમલો કર્યો હતો.
