India

લેડી ડોન અને ડ્રગ્સ માફિયા હસીના પર મોટી કાર્યવાહી ! અધધધ…. આટલા કરોડ ની સંપત્તિ…

ઉત્તરપ્રદેશમાં ઘણા સયમથી જેલના સળિયા ગણતી લેડી ડોન હસીનાની કરોડો રૂપિયાની સંપત્તિને સીઝ કરી દીધી હતી. હસીનાને ફક્ત ત્રણ માસ પેહલા જ મુરાદાબાદની કોર્ટે 10 વર્ષની જેલ થઇ હતી, આ બાદ લેડી ડોન હસીનાની તમામ સંપત્તિને સીલ કરી દેવામાં આવી હતી. હસીના સટ્ટોની દુનિયાનો એકો છે. આની પેહલા પણ હસીના ચરસ ચોરીના કેસમાં ખુબ ચર્ચિત રહી હતી.

એવામાં મુરાદાબાદ શહેરના વરિષ્ઠ અધિકારી હેમંત કુટીયાલે જણાવ્યું છે કે, હસીના લગભગ 27 જેટલા ગુનાઓમાં સંડોવાયેલી છે. જેમાં જુગાર, સટ્ટો અને હાનીકારક પદાર્થની તસ્કરી જેવા અનેક ગુનાઓનો સમાવેશ થાય છે. આવા ગુનાની સંડોવણીની આધારે હસીના વિરુધ ચાર્જશીટ પણ ફાઈલ કરી લેવામાં આવી હતી.

DM નાં આદેશના આધારે હસીના પર 14(1) કલમ હેઠળ જાહેરાત કરાવીને તેની 2 કરોડ રૂપિયાની સંપત્તિને જપ્ત કરી લેવામાં આવી હતી. SSPએ આ અંગે જણાવ્યું છે કે હસીના છેડા ફક્ત મુરાદાબાદ સુધી જ નહી પણ આખા વેસ્ટ ઉત્તર પ્રદેશ સુધી અડે છે. 9મી ઓગસ્ટ 2019ના રોજ પોલીસ અને ડ્રગ્સ વિભાગની ટીમે હસીનાની ધરપકડ કરી લીધી હતી. જે બાદ આ કેસના આધારે કોર્ટે હસીનાને 10 વર્ષની સજા સંભળાવી હતી,

બાહુબલી પૂર્વ સાંસદ આતિક અહમદની પણ ૩ સંપત્તિને જીલ્લા પ્રશાસન દ્વારા સીલ કરી દેવામાં આવી હતી, આ સંપત્તિની કિંમત 76 કરોડ રૂપિયાની હોવાનું સામે આવ્યું છે. સંપત્તિ સીલ કરવા ગયેલ પોલીસે ઢોલ વગાડીને સંપત્તિ સીલ કરવાની જાહેરાત કરી હતી અને આ ત્રણેય સંપત્તિ પર સીલનો બોર્ડ લગાવી દીધું હતું. બાહુબલી પૂર્વ સાંસદ આતિક એહમદ વિરુધ પણ પોલીસે ગેંગસ્ટર એક્ટ હેઠળ ગુનો નોંધીને આ કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!