Gujarat

ગુજરાત પર ફરી મોટું સંકટ આવશે! અંબાલાલ પટેલ કરી આગાહી, ગુજરાતમાં આ તારીખે આવશે વાવાઝોડું…

હાલમાં જ એક ચોંકાવનાર ઘટના સામે આવી છે, ગુજરાત પર સંકટના વાદળો છવાઈ ગયા છે. તમને જાણીને આશ્ચય થશે કે, ગુજરાત પર પણ મોટું સંકટ આવી રહ્યું છે. અંબાલાલ પટેલ જણાવ્યું છે કે, હાલમાં જ સપ્ટેમ્બર માસમાં વાવાઝોડાના ત્રિપલ એટેક થશે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની ભારે અસર થઈ શકે છે.

ગુજરાતના દરિયા કિનારે પવનનું જોર રહેશે ત્યાં જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન છે. તા. 6 થી 8માં બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે. 12થી 17 સપ્ટેમ્બરમાં બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે. 27 થી 5 ઓક્ટોબર દરમિયાન નાના-નાના ચક્રવાતો બનશે.આ વાવાઝોડું ગમે ત્યારે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી શકે છે. બંગાળની ખાડીમાં આવા એક બે નહીં પરતું ત્રણ ત્રણ વખતલો પ્રેશર સર્જાશે.

અંબાલાલના મતે સમુદ્ર પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી શકે છે કેમ કે તેના માટે અવકાશમાં રહેલા બે ગ્રહો જવાબદાર છે. ગીર સોમનાથના દરિયાકાંઠે પણ માછીમારો સહિત કાંઠે રહેતા લોકો સાવધાન થઈ ગયા છે. હાલ તો દરિયાના મોજા ઓછા ઉછળી રહ્યા છે પરતું ચક્રવાતની અસર થશે ત્યારે કેવું સ્વરૂપ બતાવશે તેને શબ્દમાં વર્ણવુ અધરું છે.

પોરબંદરના દરિયાકાંઠે પણ અંબાલાલની ચક્રવાતની આગાહી અસર થઈ શકે છે. અહીંના દરિયાકાંઠે પણ જોરદાર વરસાદ વરસી શકે તેમ છે. દ્વારકાના સલાયા બંદર ખાતે તો દરિયામાં ચક્રવાતના અનુમાનને લઈ તમામ માછીમારોએ પોતાની બોટ બંદરકાંઠે લાગરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!