લગ્ન ઇચ્છુક અમરેલીના યુવાનો ચેતી જજો! લગ્નના નામે છેતરપીંડી કરતી રાજકોટની ગેંગ ઝડપાઇ, પરિણીત મહિલા અત્યાર સુધીમાં ત્રણ યુવાનોને…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાત ભરમાં અનેક જગ્યાએ લુટેરી દુલ્હનનાં બનાવો બંને છે. ત્યારે હાલમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, હાલમાં જ લુટેરી દુલ્હન અને તેની ગેંગે અમરેલી પંથકમા પાંચ યુવાનોને નિશાન બનાવ્યા છે. આ ઘટનાને પગલે પોલીસે વડીયાના યુવક સાથે રૂપિયા બે લાખમા લગ્ન કરી ચાલતી પકડનાર દુલ્હન સહિત ચાર શખ્સો સામે પોલીસમા ફરિયાદ નોંધાઇ છે.
પોલીસ દ્વારા જાણવા મળ્યું છે કે, આ ગેંગ રાજકોટમા કોઠારીયા રોડ પર રણુજા ચોકડી વિસ્તારમા રહે છે. તેમણે વડીયા તાલુકાના સુર્યપ્રતાપગઢ ગામના પ્રવિણ રવજીભાઇ રાઠો નામના યુવાન સાથે આ ગેંગે છેતરપીંડી કરી હતી.આ કાવતરામાં આ માધવી મકવાણા લુંટેરી દુલ્હન છે અને અત્યાર સુધીમા તેણે અનેક લોકોને શીશામા ઉતાર્યા છે.
.લગ્નનુ નક્કી થતા જ રૂપિયા 60 હજાર દલાલ મારફત રોકડા અપાયા હતા. અને ત્યારબાદ તારીખ 28/8ના રોજ વડીયા તાલુકાના ખજુરી ગામે રણુજા ધામ ખાતે ફુલહાર વિધીથી લગ્ન કરાયા હતા. તે સમયે માધવીની માસી દેવુબેન મકવાણા અને માસા શામજી મકવાણા પણ હાજર હતા. લગ્ન થતા જ બાકીના રૂપિયા 1.40 લાખ ચુકવી દેવાયા હતા.
દુલ્હન સાથે પરિવાર સુર્યપ્રતાપગઢ પરત આવ્યા બાદ પ્રવિણ રાઠોડે હોંશેહોંશે પોતાના દુલ્હન સાથેના ફોટા સોશ્યલ મિડીયામા મુકયા હતા. જો કે તે વખતે તોરી ગામના એક યુવાને તેને ફોન કર્યો હતો કે જે છોકરી સાથે તે લગ્ન કર્યા છે તેની સાથે મારા પણ લગ્ન થયા છે અને તે મારી સાથે લગ્ન કરી થોડા સમયમા જતી રહી છે.
પાંચ દિવસના લગ્ન જીવનમા આ મહિલાએ પ્રવિણ રાઠોડને પતિ તરીકેનો કોઇ અધિકાર આપ્યો ન હતો. અને ગત બીજી તારીખે માધવીના માસી દેવુબેન તેને તેડવા આવી પહોંચ્યા હતા. પોતાની સાથે છેતરપીંડી થઇ રહી હોવાનો સ્પષ્ટ થઇ જતા પ્રવિણ રાઠોડ વડીયા પોલીસ મથકે પહોંચ્યો હતો અને પત્ની માધવી ઉપરાંત તેની માસી દેવુ મકવાણા અને માસા શામજી મકવાણા તથા દલાલ બધા ચકા સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી.
અમરેલી જિલ્લામા આવી રીતે લગ્ન વાંચ્છિત યુવાનો અવારનવાર ચીટર ગેંગનો ભોગ બની રહ્યાં છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાત વિસ્તારમાથી મોટી રકમ આપી લાવેલી કન્યાઓ બે ચાર દિવસમા જ છોડીને જતી રહ્યાં બાદ છેતરપીંડી થયાની જાણ થાય છે.રાજકોટની આ ચીટર ગેંગે માત્ર અમરેલી જિલ્લામા નહી પરંતુ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમા પણ છેતરપીંડી કરી છે. દ્રારકા પંથકમા પણ તેણે ઠેકઠેકાણે લગ્ન કરી મોટી રકમ પડાવી હોવાનુ બહાર આવ્યું છે.આ ચીટર ગેંગની જાળ સૌરાષ્ટ્રમા ચારે તરફ ફેલાયેલી છે. માત્ર વડીયા પંથકમા જ ત્રણ યુવાનો ભેાગ બન્યા છે.
