ગુજરાતી જૈન દંપતી એ પોતાની દીકરીને પાછી લાવવા 60 લાખ ખર્ચ્યા, હવે ભારત સરકાર પાસે લંબાવ્યા હાથ… કહ્યું કે
વિદેશમાં રહેવું દરેક ગુજરાતીઓને ગમે છે પણ વિદેશન કાયયદાઓ ક્યારેક મુશ્કેલીઓમાં મૂકી દે છે. આવી જ ઘટના ગુજરાતી પરિવાર સાથે બની બની છે.જર્મનીમાં દીકરીને પાછી મેળવવા ગુજરાતી પરિવારે 60 લાખ ખર્ચી નાખ્યા છે છતાં દીકરી હજુ તેમને મળી નથી. માત્ર એક નાની એવી ભૂલના કારણે ન થવાનું થઈ ગયું. વાત જાણે એમ હતી કેમૂળ ગુજરાતી ભાવેશ શાહ એમની પત્ની ધારા સાથે ઓગસ્ટ 2018માં બર્લિનમાં સ્થાયી થયાં હતા.
વર્ષ 2021ના સપ્ટેમ્બર મહિનામાં એક દિવસ તેમની દીકરીની નેપીમાં લોહી દેખાતાં તેમણે ડૉક્ટરને બતાવ્યું હતુ આ બાદ ફરી એકવાર અરિહાને ફરી ડૉક્ટર પાસે લઈ ગયા ત્યારે ડોક્ટરે ચાઇલ્ડ સર્વિસને બોલાવી અરિહાને તેમને સોંપી દીધી હતી. આ ઘટના બાદ જૈન દંપતી વિદેશની ધરતી પર પોતાની બાળકીને પરત લાવવા માટે છેલ્લા 12 મહિનાથી લડત લડી રહ્યા છે.
જૈન પરિવાર વેજિટેરિયન છે, જ્યારે ‘ચાઇલ્ડ સર્વિસ એવું કહે છે કે નોનવેજ તો ન્યૂટ્રિશિયન્સ માટે જરૂરી છે. એ તો આપવું જ પડે.’ જર્મનીમાં ઈંડા અને ફિશ પણ વેજ માનવામાં આવે છે. અમે ચોખવટ કરી હતી બાળકને આ બે ઉપરાંત મીટ પણ ન આપવામાં આવે પણ એ લોકો બાળકને શું ખવડાવે છે અને કેવી રીતે ધ્યાન રાખે છે, તે અંગે અમને કંઈ જ કહેવામાં આવતું નથી.ચાઇલ્ડ સર્વિસલોકો તેમની દીકરીને રાખે છે એની માટે પણ એમને મોટું બિલ મોકલવામાં આવ્યું છે
. જેથી પૈસા ન હોવાથી દંપતી એ ઇન્સ્ટોલમેન્ટમાં ભરવાનું નક્કી કરેલ અને બંને દંપતી પાસે પૈસા ન હોવાથી UK અને ભારતની ઘણી બધી જૈન સંસ્થાઓ પાસેથી ડોનેશન પણ આવવાનું શરૂ થઈ ગયું છે. માતા પિતા મહિનામાં 4 વખત મળી શકતા હતા પણ હવે ફક્ત 1 જ વખત 1 કલાક માટે મળવા દેવામાં આવે છે. દીકરીનો હાવભાવ બદલાઈ ગયો છે. દીકરીની માતા એ કહ્યું કે ચાઇલ્ડ સર્વિસ પર આક્ષેપ કરે છે કે તેમણે ચીટ કરીને અરિહાનો પાસપોર્ટ પણ લઈ લીધો છે. સાયકોલોજીકલ એસેસમેન્ટ એટલે ‘ફિટ પેરન્ટ એબિલિટી’ રિપોર્ટ પૂરો નહીં થાય ત્યાં સુધી એ કોઈ પણ નિર્ણય આપશે નહીં.
ચાઇલ્ડ સર્વિસે ‘કન્ટીન્યૂઇટી’નો પ્રિન્સિપાલ વાપરવાનો શરૂ કર્યો છે, જેના મુજબ જો બાળક લાંબા સમય સુધી કોઈ જગ્યા પર રહ્યું હોય તો પછી એના ડેવલપમેન્ટ અને સ્ટેબિલિટી માટે એને મૂવ કરવું યોગ્ય નથી અને ચાઇલ્ડ સર્વિસ ક્લેમ કરે છે કે બાળક અમારા કરતાં વધારે ફોસ્ટરમાં રહ્યું છે. જો દીકરીને સમયસર મા બાપને સોંપવામાં ન આવે તો તે ઇન્ડિયન કલચર ભૂલી જશે અને ત્યાંનાં રંગમાં રંગાઈ જશે અને એક સમય એવો આવશે કે તેને અનાથ બનીને રહેવું પડશે.
દીકરી ને મેળવવા કાયદાકીય લડતમાં હજુ 2-3 વર્ષ લાગશે. આ ઉપરાંત ચાઈલ્ડ સર્વિસે કન્ટીન્યુઇટીનો પ્રિન્સિપાલ વાપરવાનો શરૂ કરી દીધો છે. ત્યારે માતા પિતા ઈચ્છે કે ભારતમાં જૈન કે ગુજરાતી પરિવારને આપવામાં આવે. તેમનેભારત સરકારને વિનંતી કરી છે કે, બાળક મહિનામાં એક વખત જ પ્રેમ અને હૂંફ શોધે છે, એને બદલે એ ભારત આવી જાય અને એને પરિવારનો પ્રેમ મળે, એવું કંઈ કરો. એને ભારત પહોંચાડવા માટે અમારી વાત સરકાર સુધી પહોંચડવામાં અમને મદદ કરો.’
