Gujarat

જામનગર : જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુંની કડક કાર્યવાહી ! આ કારણે પોલીસ કોન્સ્ટેબલ ને તાત્કાલિક સસ્પેન્ડ કરાયા…

કાયદો એ સૌ કોઈ માટે સમાન છે એ પછી કોઈ રાજનેતા હોય કે સામાન્ય માણસ દરેક વ્યક્તિને કાયદો લાગુ પડે છે હાલમાં જ આવી એક ઘટનાજામનગરના જામજોધપુર શહેરમાં બની છે.આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જામજોધપુરમાં પોલીસ અધિકારી પ્રેમસુખ ડેલુ ફરજ બજાવે છે અને તેમને હાલમાં જે એવો મહત્વનો નિર્ણય લીધો કે તમે જાણીને ચોકી જશો.પ્રેમસુખ ડેલુ હમેંશા પોતાની કામગીરીના લીધે ચર્ચામાં રહે છે, ત્યારે હાલમાં બનાવ એવો બન્યો છે.

જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુંની કડક કાર્યવાહી કરી અને આ કારણે પોલીસ કોન્સ્ટેબલ ને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ પાછળનું કારણ જાણીએ.સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, જામનગરના જામજોધપુરમાં એક મહિલાની છેડતી મામલે પોલીસકર્મી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ જ કારણે તાત્કાલિક તપાસ કર્યા બાદ એસપીએ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે.આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો,જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં તારીખ 23ના રાત્રીના આઠેક વાગ્યે એક ઘટના ઘટી હતી.

એક મહિલા મેડિકલ માંથી દવા લઈને તેણીના ગામ સ્કૂટર પર જતી હતી ત્યારે રસ્તામાં શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ દિલુભા જાડેજાએ મહિલાને ઉભી રખાવી હતી અને તેણીનો હાથ પકડીને અભદ્ર વાતો કરતા રોડ પરથી વાહન નીકળતા પોલીસકર્મી એ હાથ મૂકી દીધો હતો.આ ઘટના બાદ મહિલા તેણી ઘરે પહોંચીને પતિને વાત કરતા પરિવાર અને ગામ ના સરપંચ સહિતના લોકો ભેગા થયા હતા અને પોલીસકર્મીને સમાધાન માટે બોલાવતા તે આવીને થોડીવાર વાતચીત કરી.

દરમિયાન ઉશકેરાઈને પોલીસકર્મીએ મહિલાને ફડાકો માર્યો હતો. ત્યારબાદ મહિલાની ફરિયાદ પરથી પોલીસે છેડતી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી અને પી.એસ.આઇ.આર જોશી એ તપાસ હાથ ધરી હતી. આ ઘટના અંગે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને જાણ થતાં જ તેમને લાલ આંખ કરી કડક કાર્યવાહી કરી પોલીસકર્મી પૃથ્વીરાજસિંહને સસ્પેન્ડ કરેલ. ખરેખર તેમની કામગીરી જોઈએને સૌ કોઈ આશ્ચય પામ્યા હતા અને સૌ એ આ નિર્ણયને બિરદાવેલ.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!