Gujarat

જુનાગઢમાં આખલા ની અડફેટે એક ના એક દીકરા નુ મોત થયું ! સંબંધીએ રડતા રડતા એવી વાત જણાવી કે…..

ગુજરાતમાં દિવસે ને દિવસે રખડતાના ઢોરનો ત્રાસ વધી રહ્યો છે, જેના કારણે અનેક નિર્દોષ વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. હાલમાં જ આવી એક દુઃખદ ઘટના જૂનાગઢ શહેરમાં પણ બની હતી. આ ઘટના વિશે જાણીને તમારું હૈયું કંપી જશે કારણ કે, આ ઘટનામાં 19 વર્ષના યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. મઢડા સોનલમાંનાં દર્શનાર્થે ગયેલ દીકરો ક્યારેય પાછો ઘરે નહિ ફરે એવું તો તેમના માતા પિતાએ ક્યારેય સ્વપ્ને નહી વિચાર્યુ હોય. આ દુઃખદ ઘટના વિશે મૃતક યુવાન પિતાએ રડતા રડતા જે વાત કરી એ ખૂબ જ હદયસ્પર્શી છે.

પિતાની વાત વિશે જાણીએ એ પહેલાં આપણે આ દુઃખદ બનાવ કઇ રીતે બન્યો તેના વિશે વિગતવાર માહિતી જાણીએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, મઢડા થી પોતાના શહેર જૂનાગઢ પરત આવતા 19 વર્ષના યુવાનને આખલાની અડફેટે આવતા ગંભીર ઇજા થઇ હતી જેથી યુવકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ દુઃખદ ઘટનાને કારણે પરિવારે એકના એક પુત્રને ગુમાવ્યો છે.

મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું કે, જૂનાગઢના મધુરમમાં વિસ્તારમાં રહેતા હિરેન ભનુભાઈ પરમાર નામનો 19 વર્ષીય યવાન સાંજના સમયગાળા દરમિયાન મઢડાથી દર્શન કરી જૂનાગઢ  જતો હતો તે વેળાએ સ્વામી ગુરુકુળ પાસે એક્ટિવાને આખલાએ હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં  યુવાનને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં તેમનું મોત  નીપજ્યું હતું. આ દુઃખદ ઘટનાથી પરિવારનો આધાર છીનવાઈ ગયો કારણ કે, થોડા વર્ષો પહેલા તેમના પિતાનું મોત નીપજ્યું હતું.

આ દુઃખદ ઘટનાને લઈને મૃતક યુવાના સંબંધીએ કહ્યું કે, 19 વર્ષનો દીકરો રખડતા ઢોર સાથે ભટકાયો. એની માનો તે એક નો એક દીકરો હતો. કોઈપણ મા-બાપ કે બહેનનો એ આવું દુઃખ વેઠવું ન પડે કે કોઈના ઘરે આવો પ્રસંગ જોવાનો વારો ન આવે તે માટે અમારી જૂનાગઢ નગરપાલિકા અને સરકાર ને એટલી વિનંતી છે કે, જલ્દીથી યોગ્ય પગલાં લેવામાં આવે જેથી આવો બનાવ બીજા કોઈ મા-બાપ સાથે ન બને. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદાયી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!