India

બ્રિટેનના મહારાણી એલિઝાબેથનું થયું દુઃખદ નિધન, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાણી વિશે કહ્યું આવું…

કાલનો દિવસ બ્રિટન રાજાશાહી પરિવાર માટે કાળ બનીને આવ્યો. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદાયી છે. જેના સિરે ભારતનો બેશુમાર કિંમતી કોહિનૂર શોભે છે, એ બ્રિટેનના મહારાણી એલિઝાબેથ-દ્રિતીયનું 96 વર્ષની વયે સ્કોટલેન્ડના બાલ્મોરલ કાસલમાં ક્વીનનું દુઃખદ નિધન થયું. આ ઘટનાને કારણે બ્રિટેનમાં જ નહીં વિશ્વમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે,છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા. શાહી પરિવાર હવે સત્તાવાર રીતે શોકમાં હશે. હાલ તમામ આધિકારિક કાર્યક્રમ રદ્દ થઈ ગયા છે અને શાહી મહેલો અને ઘરોમાં યુનિયન જેક અડધો ઝુકેલો રહેશે. આ ઉપરાંત બ્રિટનની તમામ બહારની પોસ્ટ અને સૈન્ય ઠેકાણાં પર પણ ઝંડો ઝુકેલો રહેશે.

જ્યારે બ્રિટનના મહારાણીએ વિદાય લીધી છે, ત્યારે જુના સંબંધો અને પાડોશી દેશ સાથે સુદ્રઢ સંબંધ નિભાવવા માટે પીએમ નરેન્દ્ર મોદીએ પણ ક્વીન એલિઝાબેથ દ્વિતીયના નિધન પર ટ્વિટ કર્યું છે. ટ્વિટમાં લખ્યું કે ક્વીન એલિઝાબેથ દ્વિતીયને આપણા સમયની દિગ્ગજ વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવશે. તેમણે જાહેર જીવનમાં ગૌરવ અને શાલીનતા દર્શાવી. તેમના મૃત્યુથી હું દુઃખી છું. આ દુઃખના સમયે મારા વિચારો તેમના પરિવાર અને બ્રિટનના લોકો સાથે છે.

તમને જણાવીએ કે, હાલમાં જ આ વર્ષે જ જૂનમાં બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયના શાસનના 70 વર્ષ પૂર્ણ થયા હતા. જેના પગલે ચાર દિવસીય પ્લેટિનમ જ્યુબિલી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહના ત્રીજા દિવસે, પ્રિન્સ ચાર્લ્સ અને તેમના પુત્ર પ્રિન્સ વિલિયમે બકિંગહામ પેલેસની સામે એક વિશેષ કોન્સર્ટમાં રાણીનું સન્માન કર્યું હતું. કહેવાય છે ને કે, આ જીવ તો ગમે ત્યારે ચાલ્યો જાય છે. ખરેખર આ દુઃખ ઘટનાને લીધે વિશ્વ ભરમાં શોકનો માહોલ જોવા મળ્યો છે પરંતુ એક સવાલ થાય કે હવે આપણા કોહિનૂર હીરાનું શું?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!