ગુજરાતનાં આ કુખ્યાત બુટલેગરે અમીનાબાનુંને આ રીતે બનાવી ડ્રગ્સ કવીન! જાણો અમીનબાનું હકિકત વિશે…
આજે આપણે ગુજરાતની ડ્રગ્સ કવીન અમીનાબાનુનાં જીવન વિશે જાણીશું કે, કંઈ રીતે અમીનાબાનુ આ કુખ્યાત વ્યવસાયમાં પહોંચી અને તેને અહીંયા સુધી પહોંચાડનાર વ્યક્તિ કોણ હતું એ દરેક માહિતી આપણે આ બ્લોગ દ્વારા જાણીશું. હાલમાં તો ગુજરાતની સૌથી મોટી ડ્રગ્સ ડીલર અમિનાબાનુ પકડાઈ હતી. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, અમિના અને તેના સાગરિતની અમદાવાદ SOG ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી.
અમિનાએ SOG સામે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે, અમીનાબાનું એ લતિફના દારુના ધંધામાં જોડાયાથી માંડીને અત્યારે ડ્રગ્સનું નેટવર્ક ફેલાવ્યું. આમ પણ કહેવાય છે ને કે, કરેલા પાપોનું કર્મ ભોગવવું પડે જ છે. વાત જાણે એમ છે કે, અમિનાને એક વાતનું દુઃખદ છે કે, જે દીકરાઓ માટે આ ધંધો કર્યો તે જ હવે સત્ય જાણીને તેની સામું પણ નથી જોતા.
સાતીર દિમાગ વાળી અમિના ડ્રગ્સનો ધંધો ખૂબ માઈક્રો લેવલે કરતી હતી. જેથી મોટા જથ્થામાં ડ્રગ્સ પકડાયું નહીં કારણ કે અમિના મહિને દોઢ કિલોથી વધુ ડ્રગ્સ વેચતી હતી, જેની કિંમત કરોડોમાં થાય છે. કહેવાય છે ને કે દરેક આરોપી પાછળ એક કહાની છુપાયેલ હોય છે, ડોન અમિનાએ ડ્રગ્સ વેચવાનું એક નવું જ મોડલ ઊભું કર્યું છે. જો નાનો જથ્થો પણ પકડાય તો સામાન્ય કેસ થાય છે, જેથી આ મોડલ અપનાવીને અનેક ગુનેગારો અને ડ્રગ્સના ધંધામાં ઘૂસી ગયા છે.
એક સમયે બેરોજગારો લતીફની ચુંગાલમાં તે રીતે હવે બેરોજગારોને નશા અને ખર્ચા માટે ડ્રગ્સ પેડલર બનવા લાગ્યા છે. તેને ડ્રગ્સ પેડલર બનાવનાર બીજું કોઈ નહીં અમદાવાદની મહિલા ડોન અમિના છે. તમને જાણીને નવાઈ લાગશે કે,80ના દાયકામાં જ્યારે ડોન લતીફનો સિતારો બુલંદ હતો ત્યારે અમદાવાદ શહેરમાં નાના નાના લોકો બુટલેગર બની ગયા હતા. જે યુવાનને નોકરી ના મળે તે લતીફ પાસે જતા અને લોકો તેને સારું નહીં કામ નહીં પણ દારૂની ખેપ મારવાનું અનેઅડ્ડા પર ધ્યાન રાખવાનું કામ સોંપતો હતો જેથી ગુનાખોરીની દુનિયામાં આગળ વધનારી અમિના ડોને હવે આ મોડલ ડ્રગ્સમાં અપનાવી લીધું છે.
લતીફના સમયમાં જ દારૂનો ધંધો કરતી અમિના ડોન આવે ગુજરાતની સૌથી મોટી મહિલા ડ્રગ્સ ડીલર બની ગઈ છે. ભટકતા યુવાન અમિનાના સંપર્કમાં આવે ત્યારબાદ તેને કામ આપવાના ડ્રગ્સ પેડલર બનાવી દે છે. પહેલા તેને ડ્રગ્સ એડિક્ટ બનાવવામાં આવે છે પછી ડ્રગ્સના ધંધામાં ખૂબ પૈસા છે તેમ સમજાવી હેરાફેરીના ધંધામાં લગાવી દે છે.
અમિનાને અલગ અલગ જગ્યાએ ફરવું અને મોંઘી હોટલોમાં રોકાવાનો શોખ છે. જેની પાછળ તે લાખો રૂપિયા ખર્ચે છે. અમિના એટલી હદે ડ્રગ એડિક્ટ થઈ ગઈ છે કે તે એક જગ્યાએ 10 મિનિટ બેસી પણ શકતી નથી. તમને જણાવીએ કે, અમિના કહેતી હતી કે, સાહબ મેરે બચ્ચે ભી અબ મુજસે બાત નહીં કરતે, ક્યું કે ઇસ ધંધે સે કઈ પરિવાર કે બચ્ચે બરબાદ હો ગયે હૈ. સબ કુછ અચ્છા નહીં હૈ મગર ધંધા કરતે હૈ.
