Viral video

ગણપતિ બાપ્પાની વિદાય સહન ન કરી શક્યો આ માસુમ ભક્ત ! વિસર્જન સમયે થયું એવુ કે જુઓ વિડીઓ…

આ જગતમાં જેનું સર્જન છે, એનું વિસર્જન નિશ્ચિત એ, આ વાત આપણને સમજાવવા ગણપતિ બાપા આવે છે. ખરેખર આ 10 દિવસ માણસ માટે એટલા પવિત્ર અને ભાગ્યવાન છે કે સ્વયં ભગવાની નિત્ય સેવા કરવાનો અવસર મળે છે. 10 દિવસ સુધી ભગવાન ભક્તના ઘરે તેમના પરિવારના સભ્ય બનીને ભાવપૂર્વક લાગણીના બંધન બંધાઈ જાય છે અને આખરે એ દિવસ આવે છે કે, ગણપતિ બાપા ઘર છોડીને પાછા ચાલ્યા જાય છે.

હાલમાં જ એક વિડીયો વાયરલ થયો છે.ગણપતિ બાપ્પાની વિદાય સહન ન કરી શક્યો આ માસુમ ભક્ત ! વિસર્જન સમયે થયું એવુ કે તમારી આંખમાંથી આંસુઓ આવશે.સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે. હાલમાં જ એક ઇન્સ્ટમાં નાના બાળકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો વડોદરામાં રહેતા 9 વર્ષના શૌર્ય રાઠોડનો છે અને તે 4માં અભ્યાસ કરે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે આ શૌર્ય બાળપણથી જ ઘણો ધાર્મિક અને માસૂમ છે. એકવાફ તેણે પપ્પાને પૂછ્યું હશે કે, શું આપણે ગણપતિ બાપ્પાને આપણા ઘરે ન લાવી શકીયે ?આખરે બે વર્ષ પૂર્વે શૌર્યના ઘરે બાપ્પાનુ આગમન થયું અને ગણપતિની મૂર્તિ કેવી હશે, તેની સજાવટથી લઇ સવાર સાંજ પૂજા કરવાની જવાબદારી શૌર્યએ જ લીધી. શૌર્ય સવારે 7 વાગ્યે વહેલી સવારે સ્કુલ જવા માટે ઉઠી જતો અને પહેલા બાપાની સેવા કરતો. સાંજે પણ તે આજ રીતે બાપ્પાની સેવા કરતો હતો. આ 10 દિવસ દરમિયાન તે ઘરની બહાર મિત્રો સાથે રમવા જવાનુ પણ ટાળતો અને બાપ્પાની ભક્તિમાં મન લગાવી બેસતો.

જ્યારે વિદાયનો સમય આવ્યો ત્યારે તે બાપાને લઈને આખા ઘરમાં લઇને ફર્યો અને આખરે જ્યારે બાપ્પાનો જવાનો સમય થયો એટલે કે વિસર્જન કરવાનો સમય થયો ત્યારે તે ધ્રુસ્કેને ધ્રુસ્કે રડવા લાગ્યો અને કહેવા લાગ્યો, “પપ્પા મારાથી નહીં થાય” આખરે રડતા રડતા તેને ગણપતિ બાપાને વિદાય આપી. આ વીડિયો જોઈને કહી શકાય કે આ બાળકને ગણપતિ બાપા સાથે ઘણો લગાવ અને પ્રેમ થઇ ગયો કે, તે ગણપતિ બાપાને વિદાય આપવા નહોતો માંગતો. ખરેખર આ વીડિયો ખૂબ જ હદર્સ્પર્શી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!