કેબીસી મા કન્ટેસ્ટન્ટની પત્નીએ બચ્ચન વિશે એવુ કહી દીધુ કે…. બચ્ચન પણ સાંભળી લાલઘુમ થઈ ગયા ! જુઓ વિડીઓ
હાલમાં કોન બનેગા કરોડપતિ શો અંગે સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે. હાલમાં જ એક એવી ઘટના બની છે કે, જાણીને તમને પણ આશ્ચય થશે. વાત જાણે એમ છે કે, કેબીસી મા કન્ટેસ્ટન્ટની પત્નીએ બચ્ચન વિશે એવુ કહી દીધુ કે.બચ્ચન પણ સાંભળી લાલઘુમ થઈ ગયા ! ચાલો અમે આપને આ હાસ્યજનક ઘટના વિશે વિગતવાર માહિતી જણાવીએ.
આપણે જાણીએ છે કે, અનેક લોકો કેબીસીમાં પોતાની મજેદાર વાતોથી છવાઈ જતા જોવા મળે છે. હાલમાં એક એવો જ કન્ટેસ્ટન્ટ પહોંચ્યો જેને કદાચ અમિતાભ બચ્ચન આજીવન નહીં ભૂલી શકે. ખાસ વાત એ છે કે, બિગ બીની ચોંકાવનારી વાત સામે આવી છે.
એક પ્રોમો સામે આવ્યો છે, જેમાં હોટ સીટ પર બેઠેલો કન્ટેસ્ટન્ટ કહે છે કે સર પત્નીની એક ફરિયાદ છે અને તે કહે છે કે હું તેને પ્રેમ કરતો નથી. જેના પર અમિતાભ તેનું કારણ પૂછે છે તો કન્ટેસ્ટન્ટ કૃષ્ણા દાસ કહે છે કે સર જ્યારે હું તમારી એક ફિલ્મ જોઉ છું, ત્યારે મારી પત્ની મને કહે છે કે, શું ફાલતું ફિલ્મ જોઈ રહ્યા છો. આ વાત સાંભળતા જ અમિતાભ બચ્ચન દંગ રહી જાય છે અને પોતાનું માથું પકડી લે છે.
આ વાત બાદ કૃષ્ણદાસ એ ફિલ્મનું નામનાં જણાવ્યું જેથીઅમિતાભ બચ્ચન કહે છે કે પહેલા એ વાત મને પચાવવા તો દો. આટલું જ નહીં અમિતાભ કન્ટેસ્ટન્ટના પત્નીને થોડીવાર માટે જુએ છે અને પછી પૂછે છે કે શું અમે ફાલતું પિક્ચર બનાવીએ છીએ? ખરેખર આ વીડિયો ખૂબ જ રમુજી છે. તમે આ વીડિયો જોશો તો તમારું હસવું નહિ રોકી શકો. આવી પહેલીવાર ઘટના નથી બની કારણ કે અનેક વખત લોકો બિગ બી સાથે આવી રમુજી રમત કરે છે.