સુરત મા એવી નાની એવી વાત ને લઈ ને હત્યા થઈ ગઈ કે જાણી ને આંચકો લાગશે ! સિગરેટ ન…
દિવસે ને દિવસે અનેક પ્રકારનાં હત્યાના બનાવો બને છે. આ હત્યા પાછળ અનેક પ્રકારની સાજીસ રચાયેલી હોય છે, જેની કદાચ આપણે કલ્પના પણ ન કરી શકીએ. હાલમાં જ સુરત શહેરમાં એવી નાની વાતને લઈને એક યુવકની હત્યા કરવામાં આવી કે, તમારું હદય કંપી ઉઠશે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સુરતના ઉન વિસ્તારમાં તા. 7 ના રોજ બે યુવકોએ સિગારેટ ન આપવાની બાબતે ઝઘડો કરી એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો.
તમને જાણીને આશ્ચય થશે કે આ યુવક પર એવો ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો કે, ત્રણ દિવસ બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જેથી પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના અંગે વધુ વિગતો જાણીએ તો મૃતક યુવક મૂળ યુપીના અયોધ્યાનો વતની છે. વાત જાણે એમ છે કે યુવક શેરડીના રસની લારી ચલાવતો હતો.
ચંદ્રભાન કોરી ગત 7 તારીખના રોજ પોતાના નિત્યક્રમ મુજબ રાત્રે 11:00 વાગ્યાની આસપાસ લારી બંધ કરીને ઉન પાટિયાથી ભેસ્તાન તરફ પોતાના ઘરે પગપાળા જઈ રહ્યો હતો.એપાર્ટમેન્ટ પાસે બે અજાણ્યા યુવકોએ બાઈક પર આવીને તેને આંતર્યો હતો અને ચંદ્રભાન પાસે સિગારેટની માગણી કરી હતી. જોકે ચંદ્રભવન પાસે સિગારેટ ન હોવાથી તેણે સિગારેટ આપવાની મનાઈ કરી હતી.
જેથી યુવાનોએ બાઈક પરથી ઊતરીને ચંદ્રભાનને માર માર્યો હતો અને પોતાની પાસે રહેલા તીક્ષ્ણ હથિયાર વડે ચંદ્રભાન પર ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. હુમલો કરી બંને યુવકો નાસી છૂટ્યા હતા. ઘટનાને પગલે પાંડેસરા પોલીસે સૌપ્રથમ બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો અને તપાસ કરી રહી હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.