સ્ટેટ મોનિટરિંગ સેલના જુગાર ના અડ્ડા પર દરોડા બાદ અમરેલી પોલીસમાં ખળભળાટ: બે PSI સહિત પાંચની બદલી…
હાલના સયમ મા આખા ગુજરાત મા સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ગુનાહિત પ્રવૃતિ ઓ પર બાજ નજર રાખવા મા આવી છે તાજેતર મા અનેક જગ્યા પર દારુના અડાઓ પર રેડ પાડી લાખો રુપીઆ નો દારૂ પકડવા મા આવી રહ્યો છે જ્યારે હવે જુગાર ના અડ્ડા ઓ પણ બાકી નથી રહ્યા. જ્યારે હાલ જ અમરેલીના નાનકડા ગામ કાંટમાં સ્ટેટ મોનિટરીંગ સેલ ની ટીમે રેડ પાડી જુગાર ક્લબ નો પર્દાફાશ કર્યો છે અને જુગારીઓ ને ઝડપી લીધા છે.
અમરેલીની રુલર પોલીસને ભનક પણના આવે તેણ ગુજરાતની સ્ટેટ મોનિટરીંગ સેલ ટીમે અમરેલીના કાંટ ગામ મા દરોડા પાડ્યા હતા જ્યા ટોકન દ્વારા ક્લબની જેમ જુગાર રમાઈ રહ્યો હતો આ રેડ મા કુલ 23 જુગારી ને ઝડપી પાડવા મા આવ્યા હતા જયારે રોકડ સાથે કુલ 47 લાખ નો મુદ્દામાલ જપ્ત કરવા મા આવ્યો હતો.
SMC એ રેડ પાડતા જુગારીઓ મા નાસભાગ મચી હતી પરંતુ સ્ટેટ મોનિટરીંગ સેલ ની ટીમ મા મોટા પ્રમાણ મા કર્મીઓ જોડાયા હતા અને આ રેડ પાડી હોવાથી રેડ પાડવામા સફળતા મળી હતી જેમા ગુજરાત ના અલગ અલગ જીલ્લાઓ ના જુગારીઓ ઝડપાયા હતા અને મોબાઈલ ,ચિપ્સ અને મોટા પ્રમાણ મા રોકડ કબજે કરી હતી.
જ્યારે આ રેડ ને લઈ ને તેના રીયેકશન પણ જોવા મળ્યુ હતુ જેમે જિલ્લા પોલીસવડા હિમકર સિંહ દ્વારા કડક પગલું ઉઠાવીને સ્થાનિક પોલીસકર્મી પર પણ કાર્યવાહી કરી છે. PSI પી,વી સાંખટ અને ડીબી ચૌધરી બન્ને મહિલા PSIને લિવ રિઝર્વ પર મૂકી દેવામાં આવ્યા છે જ્યારે ધારી PSI ડી.સી.સાકરીયાને બદલી કરી દેવામાં આવી છે. PSI પી.બી.લક્કડ ને પેરોલ ફર્લો સ્ક્રોડ માંથી ધારી મૂકી દેવામાં આવ્યા છે. અમરેલી તાલુકા પોલીસ મથકના 3 પોલીસ કર્મીઓની હેડક્વાર્ટરમાં બદલી કરી નાખવામાં આવી છે.