ચાર દિવસ પહેલા દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરનાર પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ પારધીનું મૃત્યુ થયું ! આપઘાત કરવાનું કારણ
હાલના સમય મા ગુજરાત મા સતત આપઘાત ના બનાવો બની રહ્યા છે જેમા હાલ મા પોલીસ કર્મી ઓ ના આપઘાત ના બનાવો પણ સામે આવી રહયા છે હજી થોડા દીવસ પહેલા જ અમદાવાદ ના એક કોન્સ્ટેબલે પોતાના પરીવાર સાથે સામૂહિક આપઘાત કરી લીધો હતો જ્યાર બાદ તેના બે દીવસ પછી રાજકોટ ના એક કોન્સ્ટેબલ પણ ઝેરી દવા પી ને આપઘાત કરવા નો પ્રયાસ કર્યો હતો જ્યાર બાદ ચાર દીવસ ની સારવાર બાદ તેનુ પણ મોત થયું હતુ.
જો આ ઘટના અંગે વિગતે વાત કરવા મા આવે તો રાજકોટ શહેર પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પ્રકાશ પારઘીએ ગત તા.8 સપ્ટેમ્બરની રાત્રે આઠેક વાગ્યા આસપાસ પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. આ બાબત ની જાણ પરીવાર ના સભ્યો ને થતા એવો એ પ્રકાશભાઈ ને તાત્કાલિક રાજકોટ ની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રકાશભાઇ ની તબીયત વધારે લથડતા તેવો ને રાજકોટની ખાનગી હોસ્પિટલ મા ખસેડવા મા આવ્યા હતા અને તબીબો ના સલાહ સુચની તેવો ને રાજકોટ થી અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી. જ્યારે ગત રાત્રી ના પ્રકાશભાઇ ની તબીયત વધારે ખરાબ થઈ હતી અને મોડી રાત્રીના રોજ તેવો નુ મોત થયું હતુ જ્યારે આ ઘટના ને લીધે પોલીસ પરીવાર મા દુખ ની લાગણી ફેલાઇ હતી.
પ્રકાશભાઇ ની વાત કરવા મા આવે તો પ્રકાશભાઇ રાજકોટ શહેર ના થોરાળા વિસ્તારમાં 80 ફૂટ રોડ પર આંબેડકરનગરમાં કાનાભાઈના મફતિયા પાસે રહેતા હતા જયારે પ્રકાશભાઇ ની સગાઈ બે મહીના અગાવ જ થઇ હતી આપઘાત કરવાનું ચોક્કસ કારણ સામે આવ્યુ નથી પરંતુ પરીવારજનો ના નિવેદન ના આધારે પ્રકાશભાઇ માનસિક તણાવ મા આ પગલુ ભર્યુ હોઈ શકે તેવું જાણવા મળયુ હતુ.