Viral video

એક મીનીટ મા સુરત નો વેપારી લુટાયો ! લુટારુઓ એ 25 લાખ ના હીરા એવી રીતે લુટી લીધા કે….જુઓ વિડીઓ

સુરતમાં દિવસે ને દિવસે હીરા લૂંટવાના બનાવો બનતા હોય છે, ત્યારે હાલમાં જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ દીલધડક ચોરી કેમેરામાં કેદ થયેલ છે. વાત જાણે એમ છે કે, માત્રએક મીનીટ સુરતનો વેપારી લુટાયો ! લુટારુઓ એ 25 લાખ ના હીરા એવી રીતે લુટી લીધા કે તમે પણ વિચારતા જ રહી જશો. ચાલો આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જણાવીએ કે આખરે કઈ રીતે આ લૂંટ થઈ.

લૂંટની આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. આ ઘટના બાદપોલીસને જાણ કરતા કતારગામ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે લૂંટારૂઓને પકડવા કાર્યવાહી કરી હતી. આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ તો સુરતના કતારગામનાં કનૈયાલાલ પ્રજાપતિ કતારગામ વિસ્તારમાં જ આવેલ જેરામ મોરારની વાડીમાં હીરાનું ખાતું છે.

બનાવ એવો બન્યો કે તેઓ સાંજે તેઓ હીરાનું પેકેટ લઈ ખાતામાંથી નીચે ઉતર્યા હતા. આ દરમિયાન માથે ટોપી પહેરી તથા મોઢે રૂમાલ બાંધી આવેલા ચાર અજાણ્યા ઇસમો પૈકી ધક્કો મારી તેના હાથમાં રહેલ રૂ. ૨૫ લાખના હીરાના પેકેટની લૂંટ કરી ચારેય ઈસમો ફરાર થઈ ગયા હતા. વેપારીનું ભાગ્ય સારું હતું કે આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આ વીડિયોમાં તમેં જોઈ શકો છો કે, લૂંટારુઓ પહેલા તો મોઢે રૂમાલ બાંધી તેમનો પીછો કરે છે. થોડીકવાર પીછો કર્યા બાદ મોકાનો ફાયદો ઉઠાવી લૂંટારુઓ વેપારીના હાથમાં રહેલી હીરાની બેગ ઝૂંટવી ભાગી છૂટે છે. આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી સમગ્ર બનાવવામાં સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં પાછળ કોઈ જાણભેદુ જ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.


નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!