સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી દ્વારા કરાયેલા વિવાદીત નિવેદનનો અંગે કથાકાર રમેશભાઈ ઓઝા એ વ્યાસપીઠ પરથી કહ્યુ કે ” મહાદેવ થી મોટુ..
એક સાચી કહેવત છે કે, તલવારના ઘા રૂઝાય શકે પણ કોઈના વેણના ઘા ક્યારેય રૂઝાતા નથી. હાલમાં જ જ્યારથી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા દેવાધિદેવ મહાદેવનું અપમાન કરવામાં આવ્યું એ વાતને સનાતન ધર્મના સાધુ સંતો માટે આ શબ્દો ઝેર સમાન છે. એક બાદ એક હિંદુ ધર્મના સાધુઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે. હાલમાં જ એક એવી ઘટના સામે આવી કે, મોરબીમાં આયોજિત ભાગવત સપ્તાહમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓની હાજરીમાં જ વ્યાસપીઠ ઉપરથી કથાકાર ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા એ કટાક્ષ અને સત્ય વેણ બોલ્યા કે એ જાણીને તમને ગર્વ થશે.
રમેશભાઈ ઓઝા એ કહ્યું હતું કે, ભોળાનાથનો મહિમા ન સમજે એની બુદ્ધિ ઉપર તરસ ખાઓ, દેવાધિદેવ મહાદેવને પગે લગાડે એને પ્રબોધ કેમ કહેવો? આ તકે તેમણે તુલસીદાસે કરેલી પ્રબોધ વિશેની સમજણ પણ વર્ણવી હતી.આ સિવાય તેમણે કહ્યું કે, વ્યાસપીઠ કોઈના ઉપર કોગળા કરવા માટે નથી, વ્યાસપીઠ ઉપર બેસનારો ખુબ વિવેકથી બોલે અને જે બોલવા જેવું જરૂરી હોય તે બોલે જ.
તેમણે કહ્યું હતું કે મને કોઈ રાગદ્વેષ નથી, ખૂબ સદભાવ સાથે કહું છું બાપા જાળવ્યા જાવ, જો આ સાધુઓ વિફર્યા તો..આ દશનામ સાધુઓને અની કહેવામાં આવે છે, અની એટલે કે સેના. બીજાને હીણા ચિતરવાનો પ્રયાસ, સાહસ, દુસ્સાહસ ના કરો.જ્યારે રમેશભાઈ ઓઝાએ સ્વામિનારાયણ સંપ્રદાય વિશે બોલ્યા ત્યારે તમામ સાધુઓ અને સંતો ઉપસ્થિત હતા.
તેમણે કોઈપણ મતભેદ રાખ્યા સ્વામિનારાયણ સાધુઓને કહ્યું હતું કે, હું પ્રાર્થના કરું છું, આપની ઉપસ્થિતિ આનંદદાયક છે. આપ સાથે મળી આ બધું રોકો, સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મનો મહત્વનો સંપ્રદાય છે, એટલે આ બધુ રોકો એમ જણાવી તેમણે વિવાદિત ટીપ્પણી સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. આ વિવાદનો અંત ક્યારે આવશે એ તો હવે સમય જ બતાવશે. ખરેખર મહાદેવ અને શ્રી કૃષ્ણ ભગવાન વિશે જે અપમાન સ્વામિનારાયણ સંપ્રદાય વિશે કરવામાં આવ્યું છે એ નિદનીય છે.