સુરત નો વધુ એક બનાવ
રાજ્ય મા સતત ગુનાહિત પ્રવૃતિઓ મા વધારો થઈ રહ્યો છે ખાસ કરી ને સુરત મા લુટ અને હત્યા ઓ ના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે હાલ જ વધુ એક હત્યાનો બનાવ સુરત શહેર ના વરાછા વિસ્તાર મા બન્યો હતો જ્યા 62 વર્ષીય હીરા ની લે વેચ કરતા હીરાના દલાલ ની બોથડ પદાર્થી હત્યા કર્યા નો બનાવ સામે આવતા અરેરાટી મચી ગઇ હતી.
ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ સુરત શહેર ના વરાછા વિસ્તારમાં આવેલા કમલપાર્ક સોસાયટીમાં ઓફીસ ધરાવતા 62 વર્ષીય હીરા દલાલ પ્રવિણ નકુમની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ઘટના મા જાણાવા મળ્યુ હતુ કે અજાણ્યા શખ્સો એ પ્રવિણભાઈ નકુમ ની બોથડ પદાર્થ વડે ઓફસ મા જ હત્યા કરી ફરાર થઈ ગયા હતા જ્યારે આ ઘટના ની જાણ થતા મોટો પોલીસ કાફલો તપાસ માટે પહોંચી ગયો હતો.
ઘટના અંગે વરાછા પોલીસ મથકના PI અલ્પેશ ગાબાણીએ જણાવ્યું હતું કે, સુરતના કમલપાર્કમાં ઓફિસ ધરાવતા 62 વર્ષીય પ્રવિણભાઈ નકુમને અજાણ્યા ઈસમો દ્વારા બોથડ પદાર્થ વડે ઈજા પહોંચાડી હત્યા કરી છે. પ્રવિણભાઈ હીરાના દલાલ હોવાથી તેમની સાથે લૂંટની ઘટના બની છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરાવી રહી છે. હત્યા કોણે કરી હોય શકે તે બાબતે પરિવારને પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમની કોઈની સાથે દુશ્મની ન હોવાનું જણાવ્યું છે અને પરિવારે કોઈની પર પણ શંકા વ્યક્ત કરી નથી. હાલ તો પોલીસે હત્યાનો ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરી આગળની તપાસ શરૂ કરી છે.
જ્યારે આ અંગે પ્રવિણભાઈ નકુમ ના પુત્ર કિશોર નકુમ એ મિડીઆના માધ્યમ થી જણાવ્યુ હતુ કે હું નોકરી પર હતો ત્યારે મારી ઓફીસ પર ફોન આવ્યો હતો અને પપ્પા હોસ્પિટલમાં છે તેમ જણાવ્યું હતું. હોસ્પિટલમાં પહોંચ્યો ત્યારે મને જાણ થઈ કે પપ્પાની હત્યા કરવામાં આવી છે. હું આશા રાખું છું કે, પોલીસ આની યોગ્ય તપાસ કરી જલ્દીથી જલ્દી આરોપીઓને શોધી કડકમાં કડક સજા કરે અને મારા પપ્પાને ન્યાય આપવામાં આવે.