જુનાગઢ મા મહીલાના મોત ના ચાર દીવસ બાદ ખબર પડી કે તેની હત્યા થઈ છે ! સબંધો મા આડે આવતા ઈક્કો કાર થી મહીલા ને…
ગુજરાતમાં દિવસે ને દિવસે અનેક શહેર અકસ્તમાતની ઘટનાઓ સામેં આવે છે. હાલમાં જ ચાર દિવસ પહેલા જ જૂનાગઢ શહેરમાં પણ સુખનાથ ચોક પાસે હિટ એન્ડ રનની ઘટના સામેં આવી હતી. આ ઘટના અંગે જણાવીએ તો હસીનાબેન ચૌહાણ નામના મહિલા ચાલીને જઈ રહ્યાં હતાં અને બનાવ એવો બન્યો કે એ જ દરમિયાન ત્યારે પાછળથી આવેલા એક ઇકોચાલકે જોરદારની ટક્કર મારી હતી. અકસ્માત સર્જી કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ જતાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
શરૂઆતમાં આ કેસ અકસ્માતનો લાગી રહ્યો હતો પરંતુ હાલમાં જ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, આ કેસમાં અચાનક જ હૈયું કંપાવી દેનાર વળાંક આવ્યો છે. આ ઘટનામાં જાણવા મહિલાના મૃત્યુના ચાર દિવસ બાદ હકીકત એવી સામે આવી કે, આ કોઈ આકસ્મિક અકસ્માત ન હતો પણ મહિલાની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા અંગેનું કારણ અને હત્યા કરનાર આરોપી વિશે વિગત જાણીએ.
કહેવાય છે કે, કોઈપણ આરોપીએ ગુન્હો કરતી વખતે ભૂલ કરે છે. આ ઘટનામાં પણ આરોપીએ કારની ટક્કર મારી હત્યાના બનાવને અકસ્માતમાં સાબિત કરવામાં નિષ્ફળ ગયેલ.લ સુખનાથ ચોક પાસે હનુમાન ગલીમાં રહેતાં મૃતક મહિલાના ભાઈ રફીકભાઈ અલ્લારખા ચૌહાણ ગામેતીએ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે બનાવ શંકાસ્પદ લાગતા આ વિસ્તારના સીસીટીવીની તપાસ કરી હતી. જેમાં એક સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ હતી. પોલીસ કારના નંબરના આધારે કારના ચાલક સુધી પહોંચી હતી.અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા કારના ચાલક આદિલખાન હનિફખાન લોદીની ઝડપી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં આરોપીએ પોલીસ સમક્ષ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. હત્યાના કારણ અંગે જણાવ્યું કેસંબંધમાં અને વ્યવહારમાં મૃતક મહિલા આડે આવી રહી હતી. આ કારણે મહિલાની હત્યા કરવામાં આવી.