Gujarat

ED ની રેડ મા આ જગ્યાએ થી મળી આવ્યુ 47.76 કરોડ રુપીઆનુ સોનું અને ચાંદી ! સોનાની ઇટો જોઈ આંખો અંજાઈ જશે…જુઓ તસવીરો

હાલમાં ઇડી એક્શન મોડમાં હોય એવું લાગી રહ્યું છે. આપણે જાણીએ છે કે, અનેક જગ્યાઓને ઇડીએ દરોડા પાડ્યા છે, ત્યારે હાલમાં જ પારેખ એલ્યુમિનેક્સ લિમિટેડ કંપની સાથે જોડાયેલા મામલામાં મની લોન્ડ્રીંગની તપાસના સિલસિલામાં મુંબઈ સ્થિત રક્ષા બુલિયનઅને ક્લાસિક માર્બલ્સના ચાર પરિસરોમાં સર્ચ અભિયાન કર્યું હતું. આ ઘટના અંગે વધુ વિગત જાણીએ કારણ કે, આ દરોડા દરમિયાન એવી જગ્યાએથી સોનું મળ્યું કે તમેં જાણીને ચોકી જશો.

આ ઘટના અંગે ચોંકાવનારી વાત એ છે કે, વર્ષ 2018માં પારેખ એલુમિનિક્સ લિમિટેડ કંપની સામે 2296 કરોડ રૂપિયાનો લોન ફ્રોડ અને મની લોન્ડ્રીંગનો મામલો સામે આવ્યો હતો. આ મામલાની તપાસમાં રક્ષા બુલિયન્સ અને ક્લાસિક માર્બલમાં પૈસા રુટ હોવાની લિંક સામે આવ્યા પછી ઇડીએ આ કાર્યવાહી કરી હતી અને મુંબઈ સ્થિત રક્ષા બુલિયનઅને ક્લાસિક માર્બલ્સના ચાર પરિસરોમાં સર્ચ અભિયાન કર્યું હતું.

આ દરમિયાન જ ઇડીએ આ કંપનીના ગુપ્ત લોકરોમાંથી 91.5 કિલો સોનું અને 340 કિલો ચાંદી જપ્ત કરી છે. ઇડીએ આ પૂરી કાર્યવાહીમાં કુલ 431 કિલોગ્રામ સોના-ચાંદી જપ્ત કરી છે. જેની કિંમત 47 કરોડ રૂપિયાથી વધારે બતાવવામાં આવી રહી છે.તમને જાણીને આશ્ચર્ય થશે કે, કંપનીના પરિસરમાં કુલ 761 લોકર હતા તેમજ ત્રણ રક્ષા બુલિયનના હતા.

સંઘીય એજન્સી નિવેદન જાહેર કરીને કહ્યું કે અંગત લોકરોની તપાસ દરમિયાન એ માહિતી સામે આવી કે જે લોકરનું સંચાલન ઉચિત માનદંડોનું પાલન કર્યા વગર કરવામાં આવી રહ્યું હતું. કોઇ કેવાયસીનું પાલન કરવામાં આવ્યું ન હતું અને પરિસરમાં કોઇ સીસીટીવી કેમેરા ન હતો. પરિસરમાં આવતા જતા લોકોનું કોઇ રજિસ્ટર ન હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!