મુકેશ અંબાણી હવે આ ક્ષેત્રો મા એક લાખ કરોડ રોકવાની તૈયારી મા ! જાણો ક્યા ક્યા??
મુકેશ અંબાણીએ લાખ કરોડ રૂપિયા ભેગા કરવાની તૈયારીઓમાં છે. વાત જાણે એમ છે કે, અંબાણી હાલમાં Reliance Retail પર ખાસ ફોકસ કરી રહ્યા છે અને ઋણ લેવાની લિમિટ 50 હજાર કરોડથી વધારીને એક લાખ કરોડ રૂપિયા કરી છે. આમ પણ અંબાણી હાલમાં જ નાથદ્વારા આર્શીવાદ લેવા ગયા હતા. રીલાયન્સ રિટેલ.હવે અત્યાર સુધીની સૌથી વધારે ઝડપથી વિસ્તરણ કરે તેવી શક્યતા છે.સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કેમુકેશ અંબાણી હવે આ ક્ષેત્રો મા એક લાખ કરોડ રોકવાની તૈયારમાં છે.
તેના ભાગરૂપે દર વર્ષે 2000 સ્ટોર શરૂ કરવામાં આવશે તેમજ 30મી સપ્ટેમ્બરે કંપનીની આગામી જનરલ મિટિંગ મળવાની છે. તેમાં આ લિમિટ વધારવામાં આવશે. અત્યાર સુધી દેશના મોટા શહેરોને ટાર્ગેટ કર્યા પછી હવે નાના સેન્ટરોમાં પણ રિટેલ સ્ટોર્સ ખોલવામાં આવશે. જિયો માર્ટ રિલાયન્સ ડિજિટલ અને Ajioમાંથી પણ જંગી ઈ-કોમર્સ બિઝનેસ મેળવવાની યોજના છે. અંબાણી પરિવારે તાજેતરમાં FMCG બિઝનેસમાં મોટા પાયે કામગીરી કરવાના અણસાર આપ્યા હતા.
ગયા વર્ષમાં તેણે 2000 નવા સ્ટોર ખોલ્યા છે અને કુલ સંખ્યા 14,380 કરતા વધી ગઈ છે. કંપની પાસે હવે કુલ 39 મિલિયન ચોરસ ફૂટ સ્પેસ છે. કંપનીએ તેની વેરહાઉસિંગ અને ફુલફિલમેન્ટ કેપેસિટીમાં વધારો કર્યો છે તથા ડેઈલી ઓર્ડર બમણા કરી દીધા છે. કંપનીનો રજિસ્ટર્ડ કસ્ટમર બેઝ 24 ટકા વધીને 193 મિલિયન થયો છે. ઈશા હવે એફએમજી સેક્ટરને વિકસાવશે.
રિલાયન્સ રિટેલે સોફ્ટડ્રિંક બ્રાન્ડ કેમ્પાની ખરીદી કર્યા પછી હવે અન્ય એફએમસીજી કંપનીઓની બ્રાન્ડ્સને પણ હસ્તગત કરવાની યોજના છે. પેરુસ્થિત એજેઈ ગ્રૂપ ભારતમાં પૂણે ખાતે હેડક્વાર્ટર સ્થાપીને ભારતીય બિઝનેસ ચલાવે છે. તેની પાસે બિગ કોલા, બિગ ઓરેન્જ, એનર્જી ડ્રીંક વોલ્ટ અને બેવરેજ બ્રાન્ડ CFruit સામેલ છે. રિલાયન્સ રિટેલ તેની સાથે એક સંયુક્ત સાહસ સ્થાપે તેવી શક્યતા છે જેનાથી તેની હાલની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે ખરેખર મુકેશ અંબાણી હવે દિવસેને દિવસે વધુ અબજો પતિ થઈ રહ્યા છે. હવે વ્યવસાય તેમના સંતાનો સંભાળશે.