સુરત પોલીસે બ્લાઇન્ડ ગેંગરેપનો કેસ એક કડી ના આધારે ઉકેલી નાખ્યો, યુવતી માત્ર કહ્યું હતું કે આરોપી આદિમાનવ….
સુરતમાં એક એવી ઘટના બની કે જાણીને તમારું હૈયું કંપી જશે. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે, સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે દેવધ ગામ નજીક કુંભારિયા જવાના રસ્તા પર કેળાંના ખેતરમાં યુવતી પર ગેંગરેપની ઘટના બની હતી. પોલીસ દ્વારા આ કેસને એવી રીતે ઉકેલ્યો કે જાણીને તમે પણ ચોંકી જશો. કોઈપણ લીડ લીધા વિના માત્ર એક સ્કેચની મદદથી સુરત પોલીસે ત્રણ આરોપીને પકડ્યા છે. હજુ એક આરોપી ફરાર છે.
પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું છે કે, આ કેસ ઉકેલવામાં સ્કેચ આર્ટીસ્ટની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની રહી છે.
આ ઘટના અંગે એક નજર કરીએ. 11 તારીખના રોજ રાત્રિના સમયે દેવધ ગામ નજીક ખેતર પાસે યુવતી તેના પ્રેમી સાથે બાઈક પર એકાંતની પળો માણી રહી હતી ત્યારે ચાર જણા આવ્યા હતા અને બંનેને ધાકધમકી આપી કેળાંના ખેતરમાં લઈ ગયા હતા.
પ્રેમીને દોરડાંથી બાંધી દઈ તેની નજર સામે જ પ્રેમિકા પર ગેંગરેપ કર્યો હતો.બીજા દિવસે યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ ગભરાયેલો પ્રેમી વતન જતો રહ્યો હતો. આ કેસમાં ફરિયાદી તેની ઓળખ પણ આપી ન હતી.ગુજરાત પોલીસમાં અધિકૃત રીતે નિયુક્ત કરાયેલા ખાનગી સ્કેચ આર્ટિસ્ટ દિપેન જગીવાલા પોલીસની વ્હારે આવ્યા હતા. ફરિયાદી યુવતી દ્વારા ચાર પૈકી એક આરોપીનું આછુંપાતળું વર્ણન આર્ટિસ્ટ સમક્ષ કરવામાં આવ્યું હતું,જેના આધારે આર્ટિસ્ટે આરોપીનો આબેહુબ સ્કેચ બનાવ્યો હતો, જેની મદદથી સુરત પોલીસ 3 આરોપીઓને પકડવામાં સફળતા મળી છે.
બાતમીદાર તરફથી એવી બાતમી મળી હતી કે સ્કેચમાં દર્શાવ્યા મુજબના શંકાસ્પદો ન્યુ બોમ્બે માર્કેટ સામે રાજીવનગર ઝૂંપડપટ્ટીમાં રહે છે. આ બાતમીના આધારે સુરત શહેર પોલીસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ આરોપીને ઝડપી પાડ્યા હતા. આરોપીએ પોલીસની નજરથી બચવા માથાના વાળ કપાવી નાંખ્યા હતા, પરંતુ સ્કેચ થી પકડાય ગયો.
સેકચ બનાવતી વખતે યુવતી એટલું જ બોલી કે આરોપી આદિમાનવ જેવો દેખાતો હતો. આખરે સ્કેચ આર્ટિસ્ટે બપોરે 2.30થી સાંજના 7 વાગ્યા સુધી સાડા ચાર કલાકની મહેનતના અંતે શકમંદનો સ્કેચ તૈયાર થયો હતો. આ ઘટનામાં જાણવા મળ્યું હતું કે બંને આરોપી યુવતીના પ્રેમીને મારમારીને વિદેશી ઉર્ફે વિકાસ યુવતીને ખેતરમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ અન્ય આરોપીઓએ વારાફરતી રેપ કર્યો હતો.