સુરત મા હીરાના દલાલની હત્યા નો ભેદ ઉકેલાયો ! હત્યારો બીજુ કોઈ નહી પણ પોતાનો જ…
સુરતમાં ગુન્હાઓનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે, ખાસ કરીને હત્યાઓના બનાવ વધુ બની રહ્યા છે, ત્યારે થોડા દિવા પહેલા જ સુરતના વરાછા વિસ્તારમાં આવેલ કામલપાર્ક સોસાયટીમાં હીરાની લે-વેચ કરતા પ્રવીણભાઈ નકુમની હત્યા કરાયેલ લાશ મળી હતી. મીડિયા વિભાગ દ્વારા જાણવા મળ્યું હતું કે મૃતક પ્રવીણભાઈની કોઈ બોથડ પદાર્થ વડે હત્યા કરી હત્યારા ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે આખરે પોલીસે ભેદ ઉકેલ્યો છે.
તમને જાણીને આશ્ચય થશે કે આ હત્યાનું કાવતરું ઘડનાર મૃતકનો પોતાનો જ હતો. ચાલો અમે આપને આ કેસની સંપૂર્ણ વિગતો જણાવી કે, આખરે ક્યાં કારણોસર હત્યા થઈ અને આરોપી કોણ હતું? વરાછા પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસમાં કરી હતી કારણ કેવેપારીની હત્યા લૂંટના ઇરાદે કરવામાં આવ્યું હોય તેવું લાગતું હતું. કારણ કે વૃદ્ધ વેપારીની હત્યા થઈ ત્યારે તેને ઓફિસની અંદર આરોપીઓ દ્વારા પહેલા ટોર્ચર કરવામાં આવ્યા હોય તેવું તપાસમાં ખુલ્યું હતું.
કારણ કે બોડી ખુરશી સાથે બાંધેલી હાલતમાં જોવા મળી હતી. જેથી જ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. સીસીટીવી ફુટેજમાં બે આરોપી ભાગતા નજરે ચડ્યા હતા અને મરનાર હીરા દલાલની કોલ ડિટેઇલની તપાસ કરી હતી. આ કારણે વેપારીના મોબાઇલની કોલ ડીટેલ તપાસ કરતા જે કોલ ડીટેલ મળી હતી તેમજ મૃતકનો ભત્રીજો ગિરીશ નકુમની અવરજવર જણાતા ક્રાઈમ બ્રાન્ચે ગિરીશની અટકાયત કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે ગિરીશ ઉધારીના પૈસા લેવા ગયો હતો. આ માહિતી આધારે પોલીસે આરોપી સુધી પહોંચવામાં સફળ રહી હતી.
ક્રાઈમ બ્રાન્ચ પોલીસે હીરા દલાલનો ભત્રીજો ગીરીશભાઈ ઉર્ફે ગૌરવ ડાહ્યાભાઈ નકુમ અને તેનો મિત્ર આશીષ ધનજીભાઈ ગાજીપરાની ધરપકડ કરી કડક પૂછપરછ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે ગિરીશ ઉધારીના પૈસા લેવા ગયો હતો અને ત્યાં માથાકૂટ થતા કાકાની હત્યા કરી નાખી હતી. પ્રવીણભાઈના હાથ બાંધીને નિર્મમ હત્યા કરી ગિરીશ અને તેનો મિત્ર ભાગી છૂટ્યા હતા. ગિરિશ અને તેનો મિત્ર આશીષ ધનજીભાઈ ગાજીપરાએ લૂંટનો સીન ઉભો કરીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ પણ કર્યો હતો.