Gujarat

અમદાવાદ : વિજિલન્સની ટીમે રેડ કરતા એક સાથે 22 લાખ રુપીઆ નો ઝડપી લીધો ! બુટલેગર દુબઈથી દારૂનું

હાલમાં દારૂનું નેટવર્ક દિવસેને દિવસે વધી રહ્યું છે. આપણે સૌ કોઈ જાણીએ કે લઠ્ઠાકાંડ બાદ અનેક બુટેલેગરો ઝડપાયેલા છે છતાં પણ દારૂની હેરાફેરી ચાલુ જ છે તેમજ અનેક બુટેલેગરો દ્વારા વિદેશી દારૂની હેરફેર થઈ રહી છે. હાલમાં જ ઇન્ટરપોલ વોન્ટેડ બુટલેગર દુબઈથી દારૂનું નેટવર્ક ચલાવતો, રખિયાલમાં આવેલો 22 લાખનો દારૂ વિજિલન્સે ઝડપ્યો. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ કે, આખરે આ બનાવ શું છે.

અમદાવાદના રખિયાલમાં રેડ પડી હતી. આ દરમિયાન જ રૂ. 22 લાખ રૂપિયાનો દારૂ ઝડપાયા અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં દારૂ કઈ રીતે આવ્યો તેનો પરથી પડદો ઉઠાવ્યો છે. વિનોદ સિંધી એન્ડ કંપની એટલે કે આખા ગુજરાતમાં દારૂનું નેટવર્ક ચલાવનાર વિનોદ સિંધીન આને તેના મળતીયા દારૂ લઈને રખિયાલ પહોંચ્યા હતા અને આ સમગ્ર બાબતનો પર્દાફાશ વિજિલન્સે કર્યો છે. વિનોદ સિંધી હાલ રેડ કોર્નર વોન્ટેડ આરોપી છે અને તે દુબઈ ભાગી ગયો હોવાની સત્તાવાર માહિતી વિજિલન્સે આપી હતી.

વિનોદ સિંધીનું નેટવર્ક હજી પણ એ જ રીતે ચાલી રહ્યું છે. કારણ કે તેને દારૂનું નેટવર્ક એક કંપનીની રીતે સેટ કર્યું હતું. જેથી તે ન હોવા છતાં પણ દારૂની સપ્લાય અવિરત રીતે ચાલી રહી છે. આ ઘટના અંગે જાણીએ તો રખિયાલ વિસ્તારમાં વિજિલન્સની ટીમે ગઈકાલે મોડી રાતે એક આઇસર ટ્રકને રોકવામાં આવી હતી.આ ટ્રક જ્યારે અમદાવાદ હાઈવે તરફ આવી રહ્યો હતો ત્યારે જ તેનો વિજિલન્સ પીછો કરીને રખિયાલમાં તેને ઝડપી લીધેલ. આ દરમિયાન જ અમદાવાદ પોલીસ કે વિજિલન્સ વચ્ચે ખટરાગ ઉભો થયો હોવાની વિગત સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે.

આ દારૂ આબુરોડથી ગુજરાતમાં આવ્યો હતો અને તે અમદાવાદના રખિયાલમાં કટીંગ થવાનો હતો તેવી બાતમી વિજિલન્સને મળી હતી. વિજિલન્સની ટીમ આ ટ્રકનો પીછો કરીને પાસે જ્યાં દારૂનું કટીંગ થવાનું હતું, ત્યાં રેડ કરી હતી. જ્યાં આઇસર ટ્રકમાં અલગ અલગ બ્રાન્ડનો અંગ્રેજી દારૂ પડ્યો હતો. તેની અંદાજે કિંમત 22 લાખથી વધુ થાય છે અને કુલ મુદ્દા માલ 27 લાખથી વધુ થવા જઈ રહી છે.

આ ગુનામાં કુલ નવું આરોપીઓના નામ ખુલ્યા છે. જેમાં દારૂની ઇન્ડસ્ટ્રીઝ ચલાવતો એટલે કે ગુજરાતમાં દારૂનો નેટવર્ક ચલાવવા માટે રીતસરની કંપની બનાવનાર વિનોદ સિંધી સહિત કુલ આઠ આરોપી જેમાં કુલદીપ ઠાકોર, સુનિલ ઉર્ફે અદો, સુનિલ ઉર્ફે દરજી, લક્ષ્મણ રબારી, ગણપત ચરણ, હેપ્પી અને અન્ય આરોપીને વોન્ટેડ બતાવવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!