Gujarat

ગુજરાત પોલીસ બેડા મા મોટા પાયે બદલી અને બઢતી ! 22 IPS ની બદલી અને CID ક્રાઈમના વડા

ગુજરાતમાં બદલીનો સીલસીલો ચાલુ છે. હાલમાં જ પી.આઈ ની બદલી કરવામાં આવી હતી, ત્યારે ફરી એકવાર હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ગુજરાતમાં મોડી રાતે 22 IPSની બદલી કરવામાં આવી છે. જેમાં આણંદ એસપી સહિત અલગ અલગ જગ્યાએથી 22 આઈપીએસ અધિકારીને બદલી કરવામાં આવી છે. આપણે જાણીએ છે કે, વિધાનસભા ચૂંટણી નજીક હોવાથી.

પ્રાપ્ત માહિતી અનુસાર ચૂંટણીલક્ષી આ બદલીમાં હજુ આગામી સમયમાં મોટા અધિકારીઓને બદલી આવે તેવી પૂરી શક્યતા છે. હાલમાં જ સૌથી મોટી ચોંકાનારી વાત એ આવી છે કે, ક્રાઇમ બ્રાન્ચના વડા આર બી બ્રહ્મભટ્ટને CIDના DGP બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધી આશીષ ભાટીયા પાસે વધારાનો ચાર્જ હતો.

આ બદલીને સિલસિલમાં ભાવનગરના સૌથી લોકપ્રિય અને યુવાન એએસપી હસન સફીનને અમદાવાદ શહેરના ટ્રાફિકના ડીસીપી તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જ્યારે રાજકોટના પ્રવીણકુમારને આણંદના એસપી બનાવાયા છે.એક તરફ વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે હવે બદલી કરવામાં આવેલ તમામ અધિકારીઓ ટૂંક સમયમાં નવી જગ્યા પર જલ્દીથી ચાર્જ લઈ પોતાની ફરજ બજાવશે.

સૌથી ખાસ વાત એ કે થોડા સમય બાદ ચૂંટણી જાહેર થાય તો આચાર સંહિતા પૂર્વે તેમને જગ્યા પર નિમણૂક કરવામાં આવે. એક તરફ હાલ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ થઈ રહી છે. તે દરમિયાન આઈ પી એસ અધિકારીની બદલી થતાં હવે અન્ય આઇપીએસની પણ ટૂંક સમયમાં બદલી કરવામાં આવશે એવું જણાય રહ્યું છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!