હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીએ અમેરિકામાં 41 કાર્યક્રમો કરીને ગુજરાતમાં 2 કરોડ કરતાં વધું રૂપિયાનું દાન કર્યું.
ગુજરાતમાં લોકપ્રિય હાસ્ય કલાકાર જગદિશ ત્રિવેદી વિશે તો આપણે સૌ કોઈ જાણીએ છે. આજે તેમના સદ્કાર્ય વિશે જાણીશું.અમેરિકા-કેનેડામાં ત્રણ મહિનામાં 41 કાર્યક્રમો કરીને કુલ બે કરોડ એકવીસ લાખ ને પાંત્રીસ હજાર રૂપિયાની સેવા ગુજરાતમાં રહેલા જરૂરિયાતમંદ લોકોના શિક્ષણ અને આરોગ્યમાં કરી છે. ચાલો ત્યારે અમે આપને જણાવીએ કે, તેમણે ક્યાં ક્યાં ક્ષેત્રમાં શું યોગદાન આપ્યું છે.
લોકોને હસવતા જગદીશભાઈએ સૌરાષ્ટ્રની ત્રણ નિઃશુલ્ક હોસ્પિટલને 72 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. જેમ કે,શેઠ લલ્લુભાઈ આરોગ્ય મંદિર સાવરકુંડલાને 40 લાખ રૂ અને સ્વામી નિર્દોષનંદજી હોસ્પિટલ ટીંબીને 21 લાખ રૂ તેમજ હાત્મા ગાંધી આરોગ્ય મંદિર રાજુલાને 11 લાખ રૂપિયા આપ્યા છે. સૌથી ખાસ વાત એ કે, ગુજરાતમાં આવેલી મંદબુદ્ધિના બાળકોની 3 સંસ્થાને કુલ 50 લાખ રૂપિયાનું દાન કર્યું હતું.
વિગતવાર જાણીએ તોમંદબુદ્ધિના બાળકોની સંસ્થા ખરવાસા બારડોલી ને 48 લાખ અને અંકુર મંદબુદ્ધિના બાળકોની સંસ્થા ભાવનગરને એક લાખ તેમજ જીવનસ્મૃતિ મંદબુદ્ધિના બાળકોની સંસ્થા વઢવાણ ને એક લાખ આપ્યા છે.
તદુપરાંત, જગદીશ ત્રિવેદીએ ઘર તિરંગા અભિયાન અંતર્ગત સૈનિક રાહતફંડમાં 5 લાખ રૂપિયાનું દાન કર્યું હતું. તેમજ, પાદરા તાલુકાના સેજાકુવા ગામમાં કુલ 11 લાખ રૂપિયાના ખર્ચે સરકારી શાળા પણ બનાવી રહ્યા છે. જગદીશ ત્રિવેદીએ અત્યાર સુધીમાં પોતાના કાર્યક્રમોની આવકમાંથી 7 જેટલી સરકારી શાળા અને 2 લાઈબ્રેરી પાયામાથી બનાવી આપી છે જેનો લાભ હજારો જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે.
– થોડા દિવસ પહેલાં પોતાના પુત્રવધૂના 25 મા જન્મદિવસે શાળાના ઓરડા અને લાઈબ્રેરી બનાવવા માટે 25 લાખ રૂપિયાનું દાન કર્યું હતું. જગદીશ ત્રિવેદી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ગામમાં 12 લાખ રૂપિયાના ખર્ચે કુપોષિત બાળકો માટે બાળસેવા કેન્દ્ર બની રહ્યું છે જેનું બાંધકામ ટૂંક સમયમાં પૂરું થઈ જશે.
એ સિવાય, પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનાં વતન દેવકા ખાતે દીકરીઓના શિક્ષણ માટે કાર્યરત સંસ્થા દેવકા વિદ્યાપીઠને 15 લાખ રુપિયા આપી જગદીશ ત્રિવેદીએ એક વર્ગખંડની સેવા કરેલ છે. જગદીશ ત્રિવેદીનો દૃઢ સંકલ્પ છે કે પોતાના હાસ્યના કાર્યક્રમો દ્વારા તેઓ કુલ 11 કરોડ રૂપિયાનું દાન કરવા માંગે છે અને અત્યાર સુધીમાં માત્ર 5 વર્ષમાં આશરે 5 કરોડ રૂપિયાનું દાન શિક્ષણ અને આરોગ્યમા કરી ચૂક્યા છે. જગદીશભાઈ અવિરતપણે સેવા કરી રહ્યા છે અને ખરેખર આ એક સરહાનીય વાત છે.