એક સમયે ગાયો ચરાવતો માલધારી યુવાન નેશનલ ગેમ્સમાં સિલેક્ટ થયો ! પૈસા ના હોવાથી 5 કી.મી દોડી ને શાળા એ જતો…સંઘર્ષ જાણી ભાવુક થઇ જશો
હાલમાં જ નેશનલ ગેમ્સ યોજાશે. આ ગેમ્સમાં એક સમયે ગાયો ચરાવતો માલધારી યુવાન સિલેક્ટ થયો ! હાલમાં આ યુવાન અમદાવાદમાં ફાયરબ્રિગેડની ફરજ બજાવે છે પરંતુ આ યુવાને અત્યાર સુધીમાં યુનિવર્સિટી અને ખેલ મહાકુંભમાં કુલ 45 જીત્યા છે, એમાંથી 25 જેટલા ગોલ્ડમેડલ છે. યુવાનનાં જીવનમાં એવો વળાંક આવ્યો કે નોકરીએ લાગતા રમવાનું મૂકી દેવું પડ્યું. કહેવાય છે ને નસીબ ક્યારે બદલાઈ કોઈ નથી જાણતું. આખરે હવે 36મી નેશનલ ગેમ્સની ટીમમાં નવઘનનું સિલેક્શન થયું છે. ખાસ વાત એ છે કે,નવઘણે કન્ટિન્યુ 10 વરસથી બ્રોન્ઝ અને સિલવર ગોલ્ડમેડલ જીતેલ છે તેમજ ગુજરાતમાં લોંગ જમ્પમાં પહેલો નંબર અને નેશનલ ગેમમાં લોંગ જમ્પમાં ગુજરાતમાંથી હું એક જ છે, આ યુવાનના જીવનની સંઘર્ષની વાત જાણીએ.
દિવ્યભાસ્કરનાં અહેવાલ મુજબ ધંધૂકા તાલુકાના રાયકા ગામના માલધારી નવઘણએ જણાવેલ કે, મારા પરિવારમાં મારાં પત્ની ગીતા અને માતા પૂનાબેન તથા પિતા પોપટભાઈ છીએ. અમારો મુખ્ય વ્યવસાય ગાયો ચરાવવાનો છે. હું હાલમાં ફાયરમેન તરીકે નિકોલ ફાયર સ્ટેશન ખાતે નોકરી કરું છું. એ પહેલાં ઓઢવ હતો. માતાપિતા હાલમાં પણ ગામડે જ રહે છે.યુવક માત્ર બાર પાસ થયેલ છે અને કોલેજ ચાલુ હતી, પરંતુ આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી, જેને કારણે ભણવાનું છોડીને નોકરી ચાલુ કરી દીધી.
એક સમય એવો હતો કે, ખરાબ આર્થિક સ્થિતિ ના લીધે ખરાબ સમયમાંથી પસાર થયેલ. ગામથી તેની ધંધૂકા શાળા પાંચ કિમી થતી, ત્યારે નવઘણનાં ખિસ્સામાં 10 રૂપિયા નહોતા જેથી એ શાળાએ દોડીને જતો હતો. એને કારણે તેંનું નામ પ્રચલિત થઈ ગયું, પણ કોઈએ એવું નહોતું પૂછ્યું કે તું રનિંગ શા માટે કરે છે? લોકો તો એવું જ કહેતા એ નવઘણ દોડીને આવે છે. સમય જતાં આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે ભણતાં ભણતાં ગાયો ચરાવી અને લાઇટના થાંભલા પર વાયર ફિટ કવાનું ચાલુ કર્યું.
એક સમય એવો આવ્યો કે નવઘણને ફાયરમેનની નોકરીમાં સિલેક્ટ થઈ ગયો. ભરતી અંગે નવઘણને જાણ નહોતી, પરંતુ તેના કાકા ટ્યૂશન કરાવતા, તેઓ ફૉર્મ લઈ આવ્યા હતા. અને પરાણે ભરાવ્ય પછી ઊંચી કૂદ, લાંબી કૂદ અને 800 મીટર રનિંગ હતી જેમાં નવઘણ પાસ થયો અને લેખિત પરીક્ષા નહોતી. આખરે 2014 કે 15માંનવઘણ સિલેક્ટ થઈ ગયો.નવઘણનું કહેવું છે કે લોકો કહે છે કે, 33 કે 35 વર્ષ સુધ તમે સ્પોર્ટ્સ રમી શકો પછી ન રમી શકો. હું કઈ મગજમાં લેતો નથી. હું એવું કહું છું કે જ્યાં સુધી મારા પગમાં જોર છે ત્યાં સુધી દોડીશ.
તે 5 અને 10 કિમીનો એક ઓલિમ્પિક ગોલ્ડ પ્લેયર છે એને પણ ડોક્ટરે ના પડી હતી કે તારાથી રનિંગ નહીં થાય અને અત્યારે બેસ્ટ રેકોર્ડ એના નામ પર છે. બીજી વસ્તુ એ પણ છે કે જે-તે સમયે મારામાં સમજણ ઓછી હતી પણ હવે સમય છે અને હું કંઈક અલગ કરી બતાવું, કારણ કે ભગવાને મને જે આપ્યું છે એને સાચી દિશામાં વાપરવા માગું છું.નવઘણ પાસે ખેલ મહાકુંભના થઈને 45 જેટલા મેડલ છે. એમાંથી 25 જેટલા ગોલ્ડમેડલ છે, જેમાંથી મોટા ભાગના લોંગ જમ્પ માટેના જ છે.
નવઘણે કહ્યું કે, શાળામાં હું તોફાન કરતો. સ્કૂલમાં એક શિક્ષક હતા. તેમનું લેક્ચર ચાલુ થાય ત્યારે હું ભાગી જતો. તેમ છતાં તેમના વિષયમાં હાઈએસ્ટ માર્ક મારા આવતા. તેમને મળું એટલી વખત ભાષણ આપે. પણ 11મા ધોરણમાં હતો ત્યારે આખો પિરિયડ મને સમજાવ્યો. એ દિવસે લાગી આવ્યું કે આપણામાં નોલેજ તો ઓછું છે, બીજું કંઈ છે નહીં. તો તેમણે કહ્યું હતું કે તારામાં જે છે એ પકડી લે . પછી મેં સ્પોર્ટ્સ પકડી લીધું. ત્યાં સુધી કોઈ મેડલ નથી આવ્યા. મેડલ કોલેજમાં મળતા થયા.
વિચાર્યું કે પોલીસની ભરતીની તૈયારી કરીશ તો 100 માંથી 50 માર્ક લાવવા મારા માટે મુશ્કેલ છે. પરંતુ 25 મિનિટમાં 5 કિમી પૂરું કરવા આવે તો 17 મિનિટમાં કરી બતાવું. એટલે બીજા પોલીસની તૈયારી કરતા હતા તેમની સાથે દોડવા જતો હતો. તેમની પાસેથી 42 કિમી મેરેથોનનું સાંભળ્યું હતું અને મેરેથોન દોડવા તૈયારી કરી પણ 22 કિમી દોડ્યા બાદ ચક્કર આવતાં હું ખાળિયામાં પડી ગયો અને 1 કલાક બાદ ભાનમાં આવ્યો, પણ પછી પ્રેક્ટિસ કરીને 60 કિમી દોડતો થઈ ગયો.