Gujarat

આ શહેરમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કેસિનોની જેમ ધમધમતું સૌથી મોટુ જુગારધામ ઝડપી લીધુ ! નોટો ગણવા મશીન અને ફુલ સુવિધા જોઈ….

સ્ટેટ મોનીટરીંગ ટીમ સતત એક્શન મોડમાં રહે છે અને ગુજરાતમાં દારૂ , ડ્રગ્સ અને જુગાર જેવા ગુન્હાઓને રોકવાના પ્રયત્નશીલ રહે છે, ત્યારે હાલમાં જ અમદાવાદના રાણીપ વિસ્તારમાં શહેરનું સૌથી મોટું જુગારધામ ઝડપવામાં આવ્યું હતું. તમને જણાવીએ કે, આ જુગારધામમાં પૈસા નહિ પણ અનોખો રીતે જુગાર રમાતો હતો. ચાલો અમે આપને સંપૂર્ણ વિગતો જણાવીએ કે, કઈ રીતે આ જુગારધામ ચાલતું હતું.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, અમદાવાદ શહેરના રાણીપ પોલીસ સ્ટેશન નજીક જ છેલ્લા ઘણા સમયથી કુખ્યાત લક્ષ્મણ ઉર્ફે લખાનું જાહેરમાં જુગારનું સ્ટેન્ડ ચાલતું હતું. સ્થાનિક અધિકારીઓ સહિત ક્રાઇમ બ્રાન્ચ જેવી એજન્સીઓના અધિકારીઓ પણ તેને નજરઅંદાજ કરતા હોવાથી ચાલી રહ્યું હતું પરંતું સ્ટેટ મોનિટરીંગ સેલના એસપી નિર્લિપ્ત રાયને ફરિયાદ મળતા તેમણે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા.

બુધવારે સવારે રાણીપ વિસ્તારમાં આવેલા ન્યુ પ્રેમનગર ખાતે લખા ઉર્ફે લક્ષ્મણનું જાહેરમાં જુગાર સ્ટેન્ડ ધમધમી રહ્યું હતું. તેવામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્યાં ત્રાટકી હતી. જેમાં 15 આરોપીઓ જુગાર રમતા અને રમાડતા પકડાયા હતા.આ જુગારધામમાં વરલી મટકાના આંકડા લખવાથી લઇને અન્ય જુગાર રમાડવામાં આવતા હતા. જેમાં ક્લબની જેમ 20 થી 500 રૂ ટોકન સિસ્ટમ પણ હતી અને ટોકન કેશ કરવાની પણ આખી વ્યવસ્થા ઉભી કરાઈ હતી. તેમજ કેશ ગણવા માટે મશીન પણ રાખવામાં આવ્યું હતું લાખો રૂપિયાની રોકડ દરરોજ ગણાતી હતી

મુખ્ય માર્ગની નજીક આવેલા આ જુગારધામ પર અનેક પોલીસની ગાડીઓ કે, પોલીસના માણસો અવરજવર કરતા હતા પણ તે શંકાસ્પદ ગતિવિધિ હવે કોણ તપાસ કરશે તેના પર અટકી છે.જુગારધામમાં કિર્તી અમૃતભાઇ શેઠ, રાજેશ દશરથલાલ સોની, ઘનશ્યામ કાંતિલાલ પટેલ, દિલાવરખાન ભિસ્મિલાખાન પઠાણ અને મહંમદ ઇકબાલ શેખ જુગારના આંક લખતા હતા. જુગારનું સ્ટેન્ડ સાચવનાર બાબુલાલ રણછોડભાઇ સોલંકી સહિત ગ્રાહકોને પોલીસે પકડી પાડ્યા હતા. જુગાર રમતા નાણાં અને મુદ્દામાલ સહીત પોલીસે 92 હજારથી વધુનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો.

જોકે મુદ્દામાલમાં રૂપિયા ગણવાનું મશીન પણ કબ્જે કરવામાં આવ્યું છે. એટલી મોટી માત્રામાં રૂપિયા આ જુગારના અડ્ડા પર આવતા હતા અને તેની સાથે ટોકન પણ હતા. એટલે રોકડ ઓછી હોવાથી ક્વોલિટી કેસ ન કરી શકાય અને સ્થાનિક પોલીસ કાર્યવાહીથી બચી શકે તે માટેના એડવાન્સ પ્લાન સાથે જુગારધામ ધમધમી રહ્યુ હતુ. પોલીસ લક્ષ્મણ ઉર્ફે લખો ડાહ્યાભાઇ દેવીપુજક અને જીતુ લક્ષ્મણભાઇ દેવીપુજકને વોન્ટેડ જાહેર કર્યા હતા.જુગાર રમવા આવનાર લોકોને ખાણીપીણીની તમામ વ્યવસ્થા પણ અંદર કરી આપવામાં આવી હતી. જેમાં ડ્રાયફ્રૂટ્સથી લઇને ચા નાસ્તા સહિતની તમામ વ્યવસ્થા જુગારધામમાં કરવામાં આવતી હોવાની વિગતો સુત્રો પાસેથી જાણવા મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!