Entertainment

નેહા કક્કડના રિમિક્સ સોંગ “મેને પાયલ હૈ છનકાઈ” પર ફાલ્ગુની પાઠક રોશે ભરાયા અને કીધુ કે રિમિક્સ બનાવતા પહેલા ધ્યાન રાખો, લોકોને…

ગુજરાતી કોયલ તરીકે લોકપ્રિય ગાયિકા ફાલ્ગુની પાઠકનું નામ સામે આવતા જ તેમના લોકપ્રિય ગરબા અને ગીતો કાને ગુંજવા લાગે છે. હાલમાં તેઓ પોતાના લોકપ્રિય સોંગને લીધે ચર્ચામાં આવ્યા છે કારણ કે, હાલમાં જ નેહા કક્કડના રિમિક્સ સોંગ “મેને પાયલ હૈ છનકાઈ” પર ફાલ્ગુની પાઠક રોશે ભરાયા અને ચોંકાવનારી વાત કહી છે. આ વાત અંગે આપણે આ બ્લોગ દ્વારા જાણીશું.

આપણે જાણીએ છે કે, હાલમાં નવા ગીતો ને બદલે જુના ગીતોના વધુ રિમેક્સ બની રહ્યા છે. હાલમાં જ નેહા કક્કડનું નવું ગીત ઓ સજના 19 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયેલ છે. આ ગીતમાં મૈને પાયલ હૈ ખનકાઈ ગીતનું ઓફિશિયલ રિમિક્સ છે. તમને જણાવી કે, આ ઓરિજિનલ સોન્ગ 1999માં રિલીઝ થયું હતું, જેને ફાલ્ગુની પાઠકે અવાજ આપ્યો હતો. અત્યાર સુધીમાં 35.1 કરોડ લોકો યુટ્યુબ પર જોઈ ચૂક્યા છે.

આ ગીતમાં વિવયન ભટેના, નિખિલા ભટેના અને અવની વસા જોવા મળ્યા હતા. ત્યાં જ નેહા કક્કર, પ્રિયંક શર્મા અને ધનશ્રી વર્મા નવા રિમિક્સ ગીતમાં જોવા મળી રહ્યા છે. નેહા કકકડે નવું ગીત રજૂ કરતા જ ગીતને રિમિક્સ કરવા પર ફાલ્ગુની પાઠકની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે ઓરિજિનલ ગીતમાં ઘણી સિમ્પ્લિસિટી હતી જે લોકોને પસંદ આવી હતી.ફાલ્ગુની પાઠકે કહ્યું છે કે, હું મારા તમામ ફેન્સનો આભાર માનવા માંગુ છું જેમણે અત્યાર સુધી મારું ઓરિજિનલ ગીત પસંદ કર્યું છે.

પહેલાના ગીતમાં સાદગી હતી. મેં હજી સુધી નેહા કક્કડના ગીત ઓ સજનાનો વીડિયો જોયો નથી. એ જમાનામાં બનેલા ગીતો માં સિમ્પ્લિસિટી હતી જેમ કે મૈંને પાયલ હૈ છનકાઈ ગીતમાં. આ બાબત ખૂબ મહત્વની છે. કદાચ આ તે વસ્તુ છે જે લોકો મિસ કરી રહ્યા છે. આજકાલ ગીતો રિમિક્સ કરવામાં આવી રહ્યા છે. તેમાંના કેટલાક ખૂબ સારા છે પરંતુ લોકોએ ગીત બનાવતી વખતે આને ધ્યાનમાં રાખવું જોઈએ. કદાચ તેથી જ લોકોને આ ગીતો પસંદ નથી આવી રહ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!