Gujarat

નવસારી ગામનો ખેડૂતનો દીકરો કેબીસીમાં જીત્યો આટલા રૂપિયા! હવે આ રૂપિયાને એવા કાર્યમાં વાપરશે કે જાણીને ગર્વ થશે…

આપણે જાણીએ છે કે, કૌન બનેગા કરોડપતિ શો દ્વારા અનેક લોકો લખપતિ અને કરોડપતિ બન્યા છે. આજે આપણે એક એવા ખેડૂત પુત્રની વાત કરીશું જે પોતે ગુજરાતના નાના એવા ગામનો હોવા છતાં પણ તેણે આટલી રકમ જીતી કે, જાણીને તમને ગર્વ થશે. ચાલો અમે આપને જણાવીએ કે, આ વ્યક્તિ કોણ છે અને જીતેલી રકમનું તે શું કરશે એ જાણીને તમે પણ ગર્વ અનુભવશો. દરેક લોકોના સપના કેબીસી પુરા કરી રહ્યું છે.

ગુજરાતનાં નવસારીના ચીખલી તાલુકાના નાનાએવા ઘેજ ગામના 26 વર્ષીય કરણ ઠાકોરે કેબીસીની 14મી સીઝનમાં હોટ સીટ સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો.કરણ ઠાકોરે કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.

હાલ તે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે.સોશિયલ મીડિયાની એક એપ્લિકેશનના માધ્યમથી પ્લે એલોન્ગ રમી કરણ KBC-14 માટે સિલિક્ટ થયો હતો. ફાસ્ટર ફિંગર ફર્સ્ટના રાઉન્ડમાં કરણે તેના 9 પ્રતિસ્પર્ધીને પાછળ રાખી હોટ સીટ સુધી પહોંચ્યો હતો.

KBCની હોટ સીટ પર અમિતાભ બચ્ચનની સામે ગેમની શરૂઆત કર્યા બાદ કરણ ઠાકોરે શરૂઆતના પ્રશ્નોના જવાબ ફટાફટ આપી બચ્ચનને પ્રભાવિત કર્યા હતા. અમીતાભ કહ્યું કે, માન ગયે ભાઈ ‘સાબ આપ કે જ્ઞાન કો.” 14 સવાલના જવાબ આપી 50 લાખ રૂપિયાની ધનરાશિ જીતવામાં સફળ રહ્યો હતો કારણ કે 75 લાખનાં પ્રશ્નનો જવાબ તેને આવડતો હતો પરંતુ તેના જવાબને લઈને રિસ્ક હતું.

કરણ ઠાકોરની સાથે KBCના સેટ પર તેમનાં પત્ની ખુશ્બૂ ઠાકોર પણ ગયાં હતાં. ખુશ્બૂ ઠાકોરે અમિતાભ બચ્ચન સાથે વાત કરતી સમયે ‘છૂ કર મેરે મન કો…’ ગીત પણ ગાયું હતું. હોટ સીટ પર અમિતાભ બચ્ચન સાથે વાતચીત કરતાં કરણે કહ્યું હતું કે હું ખેડૂત છું અને જિંદગીભર રહીશ.

કરણ ઠાકોરે નાની ઉંમરે 50 લાખ જેવી માતબર રકમ જીત પોતાનું અને પરિવારજનોનું સપનું પૂર્ણ કર્યું છે. કેબીસીમાં જીતેલી રકમ તેના નાના ભાઈના અભ્યાસ માટે ખર્ચવા માગતો હોવાની વાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!