Gujarat

સુરત : વાલીઓ ની ઊંઘ ઉડાડે તેવો કિસ્સો ! ફુગ્ગાને લીધે માસુમ બાળકનુ મોત થયુ…માતા નુ હૈયાફાટ રુદન..

આપણે મીડિયા દ્વારા અવારનવાર એવા સમાચાર સાંભળતા હોઈએ છીએ કે, નાના બાળકો રમત રમતમાં એવી વસ્તુઓ મોઢામાં નાખી દેતા હોય છે, જેના કારણે જીવ જોખમમાં મુકાઈ જાય છે. હાલમાં જ સુરત શહેરમાં વાલીઓની ઊંઘ ઉડાડે તેવો કિસ્સો બન્યો છે, એક ફુગ્ગાને લીધે માસુમ બાળકનુ મોત થયુ. આ ઘટના દરેક વાલીઓ માટે ચેતવણી સમાન છે. આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ.

આ બનાવ અંગે જાણવા મળ્યું હતું કે, સુરતના ચલથાણ વિસ્તારમાં આવેલા શિવસાઈ બિલ્ડિંગમાં રહેતો 10 માસનો આદર્શ પાંડે અને તેનો ભાઈ સાથે રમી રહ્યા હતા. ભાઈ સાથે રમતો જોઈ માતા ઘરનું કામ કરવા માટે રસોડામાં ગઈ હતી.

ત્યાં તો થોડી જ વારમાં 10 માસનું બાળક જોર જોરથી રડવા લાગ્યું આ કારણે પ્રિયાંશુએ માતાને જણાવ્યું કે આદર્શ નાના ફુગ્ગાને મોઢામાં ગળી ગયો છે, જેથી માતાએ ફુગ્ગો બહાર કાઢવાનો બહુ પ્રયાસ કર્યો, પરંતુ એ નીકળ્યો નહીં.

જેથી માતા ફૂલકુમારી પાંડે બાળકને લઈ જુદી જુદી હોસ્પિટલ પહોંચી હતી.તમામ હોસ્પિટલોમાંથી તેને યોગ્ય જવાબ ન મળતાં આખરે સિવિલ હોસ્પિટલ સારવાર માટે લાવવો પડ્યો હતો. જ્યાં એટલું મોડું થઈ ગયું હતું કે ફરજ પરના તબીબોએ આદર્શને મૃત જાહેર કર્યો હતો જેથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.બાળકના વિલાપમાં માતાના આક્રંદથી સિવિલ પરિસર ધ્રૂજી ઊઠ્યું હતું.

10 મહિનાના બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા બાદ ડોક્ટરે તેની તપાસ કરી હતી. એમાં જાણવા મળ્યું હતું કે બાળક ફુગ્ગો ગળી ગયા બાદ ગળામાં તેનું રબર ચોંટી ગયું હતું, જેને લઇ તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, જેથી તેનું મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ તો પીએમ અર્થે બાળકના મૃતદેહને મોકલવામાં આવ્યો છે. પીએમ બાદ ચોક્કસ કારણ સામે આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!