Gujarat

વિચિત્ર કિસ્સો ! 1975 મા ગીરથી શિંગડા લાવનાર વ્યક્તિ પર 47 વર્ષ બાદ ગુનો નોંધાયો અને 20 હજાર નો દંડ…

હાલમાં જ એક વિચિત્ર કિસ્સો બન્યો છે. વાત જાણે એમ છે કે, વર્ષ 1975 મા ગીરથી શિંગડા લાવનાર વ્યક્તિ પર 47 વર્ષ બાદ ગુનો નોંધાયો છે. આ ઘટના અંગે વધુ વિગત જાણીએ તો સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, અમરેલી જીલ્લાના રાજુલાના ધારેશ્વર ગામે એક વ્યક્તિને પોતાના ઘરમાં સુશોભન માટે ચિતલ નામના વન્ય પ્રાણીના ટ્રોફી શીંગડા લગાવવા ભારે પડ્યા હતા.

તમને જાણીને આશ્ચય થશે કે, આ શીંગડા 1975ની સાલમાં એક વ્યક્તિ પોતાના પુત્રના લગ્નમાં ગીર ગયા હતા અને એ સમયગાળામાંથી તેઓ લઈ આવ્યા હતા અને આ બાબત અંગે સમગ્ર માહિતી રાજુલા રેન્જના વનવિભાગને મળતા તપાસ હાથ ધરી 47 વર્ષ બાદ શખ્સ સામે ગુન્હો નોંધાયો હતો અને તેની સામે વનવિભાગએ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં શિંગડા લઈ આવનાર વ્યક્તિ અંગે સચોટ માહિતી મળી હતી.

ધારેશ્વર ગામે રહેતા બચુભાઈ માધુભાઈ સોજીત્રા જે 1975ના અરસામાં પોતાના પુત્રની જાનમાં ગીર ગયેલ હતા. તે દરમિયાન ત્યાંથી ચિતલ નામના વન્ય પ્રાણીના શીંગડા ટ્રોફી એક નંગ સાથે લાવેલ બાદમાં પોતાના ઘરે સુશોભન માટે દીવાલ ઉપર લગાડવામાં આવેલ હતા. શેત્રુંજય પાલીતાણા વન્યજીવ ડિવિઝન હેઠળ આવતી રાજુલા રેન્જના આ અંગે વનવિભાગને ગુપ્ત માહિતી મળતા તેના ઘરે રેઇડ કરી તપાસ કરતા તેની સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી

આ ઘટના અંગે મહત્વની વાત એ છે કે, આ ગુન્હો આજથી
45 વર્ષ પહેલા થયો હતો અને આજે તેનો ઉકેલ આવ્યો છે. હાલમાં વન વિભાગ દ્વારાઆ અંગે ગુન્હા માંડવાળ કરવા માટે રાજુલા રેન્જના વનવિભાગની ટીમ દ્વારા રૂ.20,000/- એડવાન્સ રિકવરી જમા લઈ જામીન પર મુક્ત કર્યા જ્યારે મહત્વની વાત એ છે .

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!