મોરારી બાપુ એ વ્યાસપીઠ પર થી કીધુ કે ” મોરારી બાપુ કાઈક બોલે તો ધોકા વાળી…જુઓ વિડીઓ
તાજેતર મા જ અનેક વિવાદો સામે આવી રહ્યા છે થોડા દિવસ પહેલા જ કથાકાર રમેશભાઈ ઓઝાએ ગાયો બાબતે એવુ નિવેદન આપ્યુ હતુ કે વિવાદ સર્જાયો હતો જો કે વિવાદ વધે એ પહેલા જ તેવો એ માફી પણ માંગી લીધી હતી જ્યારે હાવે કથાકાર મોરારી બાપુ નુ એક નિવેદન સામુ આવ્યુ હતુ જે હાલ ઘણો ચર્ચા નો વિષય બન્યો હતો.
વ્યાસપીઠ પર થી મોરારી બાપુ એ કીધુ હતુ કે ” હુ કાઈક શેર બોલુ કે ગઝલ ગાવ કે એમા પછી કાઈક ઉર્દુ શબ્દ આવે અને હુ કાઈક બધા ને ભેગુ કરવાની કોશિશ કરુ તો લગભગ તુટી પડે દુનીયા…અને હમણા જ એક આપણા હિન્દુત્વ ના મોભી બધા ને મળી આવ્યા મસ્જિદ મા..હવે કોઇક તો બોલો..ટીકા કરો…ઉતરી પડ્યા હતા મોરારી બાપુ પર…હે ને સાહેબ..હુ કોઈ નુ નામ નથી લેતો..બોલાવ્યા મસ્જિદ મા ગયા ઈમામ ની સાથે વાતો કરી…મદ્રેસા મા પણ ગયા..પણ મોરારી બાપુ કાઈક બોલે તો ધોકા વાળી..
આમ મોરારી બાપુ એ કોની પર નામ લીધા વગર જ આડકતરી રીતે પ્રહાર કર્યા હતા. તે તો હવે સમજવુ રહ્યુ…આ અગાવ પણ મોરારી બાપુ વિવાદ મા આવી ચુક્યા છે જ્યારે ભગવાન દ્વારકાધીશને લઇને પણ તેઓએ વિવાદિત ટિપ્પણી આપતા આહીર સમાજ તેમજ સમગ્ર હિંદુ સમાજમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી. આ ઉપરાંત નીલકંઠવર્ણી એટલે કે ભગવાન સ્વામિનારાયણ કે જેઓને નીલકંઠવર્ણી કહેવામાં આવે છે તેમને લઇને વિવાદીત નિવેદન કર્યુ હતું. ત્યારે મોરારીબાપુની આ ટિપ્પણીને લઈને હરિભક્તોમાં દુઃખની લાગણી જોવા મળી હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.